Savera Gujarat
Other

રાજકોટમાં રાજકારણની પહેલી પાઠશાળા જનતાના ચરણોમાં શીખ્યો

સવેરા ગુજરાત રાજકોટ, તા.૧૯
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે, તેમ તેમ કેન્દ્રીય નેતાઓની ગુજરાત યાત્રા વધાતી જાય છે. પ્રધાનમંત્રી ફરી એકવાર આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન લગભગ રૂ. ૧૫,૬૭૦ કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યારે જૂનાગઢ બાદ હવે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા. જ્યાં તેમણે રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી પીએમ મોદીનો રોડ શો યોજ્યો હતો. આ મુલાકાત દરમિયાન રાજકોટ વાસીને ત્રણ ઓવરબ્રિજની અને અનેક વિકાસકાર્યોની ભેટ આપી હતી. રંગીલા રાજકોટમાં મોદીજીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક વિશાળ જનસાભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજે ઘરની માલિક બનેલી માતા-બહેનોને અભિનંદન પાઠવું છું. દિવાળીમાં લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરે તેવી સૌ રાજકોટની જનતા સાથે મળીને પરમાત્માને પ્રાર્થના કરું છું. તેમણે કહ્યું હતું કે આપણે ત્યાં દિવાળી એટલે કરેલા કામોનો હિસાબ કિતાબ, નવું વર્ષ એટલે નવા કામોનો પ્રકલ્પ. પીએમ મોદીએ દિવાળીની ભેટ તરીકે પુરા થયેલા પ્રોજેક્ટો આપના ચરણોમાં ધર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દુનિયાની ઉત્તમ ટેક્નિક વાળા દેશના ૬ રાજ્યોમાં બનાવવાનું નક્કી કર્યું હતું. જેમાં રાજકોટની પસંદગી કરવામાં આવી હતી. ૧૧૪૪ આવાસ બનાવવામાં આવ્યા અને કોરોનાના સંકટ કાળમાં પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી. સરકારી મકાનો લોકોને ગમે જ નહીં પણ હવે તો સરકાર જ એવી છે કે, લોકોને ડગલે ને પગલે ગમે. તેમણે આગળ કહ્યું હતું કે મારા માટે રાજકોટ પહેલી પાઠશાળા હતી. જેમ મહાત્મા ગાંધીનું સૌભાગ્ય હતું કે, પોરબંદરમાં જન્મ્યા અને રાજકોટમાં પાઠશાળા મળી. એમ મારું સૌભાગ્ય હતું કે, ઉત્તર ગુજરાતમાં જન્મ્યો અને રાજકોટમાં સત્તાકારણ અને રાજકારણની પહેલી પાઠશાળા જનતાના ચરણોમાં શીખ્યો છું. રાજકોટનું ઋણ ક્યારેય પૂરું કરી શકું તેમ નથી, હું તમારો કરજદાર છું. સંપૂર્ણપણે સેવાભાવ, સમર્પણભાવથી માથું નમાવીને વિકાસકાર્યોની રાજકોટને ભેટ ધરું છું. વજુભાઈએ સીટ ખાલી કરી અને તમે મને વધાવી લીધો હતો. રાજકોટનું ઋણ ક્યારેય હું પૂરું ન કરી શકું.ે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટને ૭ હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. ૮૫ કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું પણ ઉદ્ધાટન કર્યું હતું. સાથે જ રૈયા રોડ પર બનેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને ૧૫ હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિવાળી પહેલાં ભેટ આપવાના છે. આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો અને અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્‌ઘાટન કરીને પીએમ મોદી જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રી રાજકોટમાં આશરે રૂ. ૫,૮૬૦ કરોડનું મૂલ્ય ધરાવતી પરિયોજનાઓનું લોકાર્પણ તથા શિલાન્યાસ કર્યો હતો. તે ભારતીય શહેરી આવાસ સંમેલન ૨૦૨૨નું ઉદ્‌ઘાટન કર્યું હતું, અને આ જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી હળવા આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલા ૧૧૦૦થી વધારે આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આવાસોની ચાવીઓ લાભાર્થીઓને સોપવામાં આવી હતી. તેઓ બ્રાહ્મણી-૨ ડેમથી નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશન સુધી મોરબી-બલ્ક પાઇપલાઇન પરિયોજના અંતર્ગત જળ પુરવઠા પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર અન્ય પરિયોજનાઓમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ફ્લાયઓવર બ્રિજ અને માર્ગ ક્ષેત્ર સંબંધિત અન્ય પરિયોજનાઓનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ના રાજકોટ-ગોંડલ-જેતપુર પ્રભાગના પ્રવર્તમાન ચારપટ્ટી માર્ગને છ માર્ગીય રસ્તો બનાવવા માટેની પરિયોજનાની આધારશિલા મુકી હતી. તેમણે મોરબી, રોજકોટ, બોટાદ, જામનગર અને કચ્છમાં વિવિધ સ્થાનો પર આશરે રૂ. ૨,૯૫૦ કરોડની મૂલ્યની આસપાસના ય્ૈંડ્ઢઝ્ર ઔદ્યોગિક એકમોની આધારશિલા મુકી હતી. અન્ય પરિયોજનાઓ જેનો શિલાન્યાસ કરવામાં આવનાર છે તેમાં ગઢકા ખાતે અમુલ-ફેડ ડેરી પ્લાન્ટ, રાજકોટમાં ઇન્ડોર સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સનું બાંધકામ, બે જળ પુરવઠા પરિયોજનાઓ અને માર્ગ અને રેલવે ક્ષેત્રની અન્ય પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

Related posts

દીકરી જગત જનની લગ્નઉત્સવ બન્યો, કન્યાદાન, અંગદાન અને વિદ્યાદાનનો ત્રિવેણી સંગમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ દીકરી પૂજન કર્યું

saveragujarat

મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી સાવચેતી જરૂર થી રાખીએ

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન, સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે અવિસ્મરણીય સિધ્ધી આરોગ્યમંત્રીએ વિડીયો સંદેશના માધ્યમથી હોસ્પિટલ ટીમને પાઠવ્યા અભિનંદન

saveragujarat

Leave a Comment