Savera Gujarat
Other

સુરતમાંથી નશાનો કારોબાર ફૂલફાલ્યોં ઃ બે કરોડના ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો

સવેરા ગુજરાત, સુરત તા. ૨૯
સુરતમાં પોલીસે નશાનો કારોબાર કરતાં લોકો સામે લાલ આંખ કરી છે અને તેમના નશાના નેટવર્કને તોડવા માટેની કામગીરી કરી રહ્યા છે. આવામાં તાજેતરમાં શરૂ થયેલા સારોલી પોલીસ સ્ટેશન કર્મચારીઓએ સારોલી ચેકપોસ્ટ પાસેથી એક રાજસ્થાની યુવકને ગતરોજ રાત્રે ઝડપી પાડ્યો હતો આ યુવક પાસેથી પોણા બે કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જે મુંબઈ ખાતેથી સુરત લઈ આવતો હોવાનું તપાસ દરમિયાન સામે આવતા પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી નશાનો કારોબાર ચાલી રહ્યો છે, ત્યારે આવા નશાના કારોબાર સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી છે. કારણ કે આ નશાના રવાડે ચડેલું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખી સુરત પોલીસ નશાનો કારોબાર કરતા લોકો સામે તવાઈ બોલાવી તેમના નેટવર્ક તોડવાની કામગીરી કરી રહી છે, ત્યારે સુરતની તાજેતરમાં જ શરૂ થયેલા સારોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ પેટ્રોલિંગમાં હતા ત્યારે સારોલી ચેકપોસ્ટ પાસેથી અફઝલ નામના એક યુવકની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તે મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાની વિગતો સામે આવી હતી.
જાેકે, આ યુવકની તપાસ કરતા તેની પાસેથી પોલીસને બે કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજિત ૧.૭૦ કિલોગ્રામ જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. તાત્કાલિક આ યુવકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો અને એની પૂછપરછ કરતા થયા જથ્થો મુંબઈ ખાતેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જાેકે, આ જથ્થો સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મુંબઈથી આ જથ્થો કોણે મોકલ્યો હતો અને સુરતમાં કોને ડિલેવરી કરવામાં આવ્યો હતો, તે મામલે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related posts

દિવાળીના તહેવાર બાદ સમગ્ર ગાંધીનગરમાં સફાઇ અભિયાન યોજાયું.

saveragujarat

શેરબજારમાં તેજીને બે્રક : એચડીએફસી ગ્રુપમાં ઘટાડો, અદાણી ગ્રુપમાં સતત તેજી : ઇન્ડેક્ષમાં 300 પોઇન્ટનો ઘટાડો

saveragujarat

સરકાર મુર્ખ બનાવવાનુ બંદ કરે અને 23 માર્ચ સુધી પાટીદાર યુવાનો સામેના કેસો પાછા ખેંચો નહીંતો ફરી ઐતિહાંસીક આંદોલન રચાશે-હાર્દિક પટેલ

saveragujarat

Leave a Comment