Savera Gujarat
Other

શેરબજારમાં તેજીને બે્રક : એચડીએફસી ગ્રુપમાં ઘટાડો, અદાણી ગ્રુપમાં સતત તેજી : ઇન્ડેક્ષમાં 300 પોઇન્ટનો ઘટાડો

સવેરા ગુજરાત/મુંબઇ, તા.5
મુંબઇ શેરબજારમાં આજે તેજીને બ્રેક લાગી હતી અને ઉછાળે નફારૂપી વેચવાલી નીકળતા મંદીનો આંચકો અનુભવાયો હતો. સેન્સેકસમાં 300 પોઇન્ટનું ગાબડુ પડયું હતું. જોકે અદાણી ગ્રુપના શેરો સતત ઉંચકાતા રહ્યા હતા. શેરબજારમાં આજે વિશ્ર્વ બજારના પ્રોત્સાહક ટ્રેન્ડ પાછળ શરૂઆત તેજીના ટોને થઇ હતી પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલી આવવાના કારણે તથા એચડીએફસી ગ્રુપના શેરોમાં ઘટાડો નોંધાતા માર્કેટ પણ રેડ ઝોનમાં સરકી ગયું હતું.પેટ્રોલ-ડિઝલના સતત ભાવ વધારાના કારણે મોંઘવારીનો માર તથા સપ્તાહના અંતે રીઝર્વ બેંકની વ્યાજદરની સમીક્ષા જેવા તારણો પર નજર હોવાથી ઉંચામાં સાવચેતી રાખવાનું વલણ જણાયું હતું. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે સોમવારની તેજી મુખ્યત્વે એચડીએફસી ગ્રુપના ઉછાળા પાછળ હતી. આજે ગ્રુપના શેરો નબળા પડયા એટલે ઇન્ડેક્ષ પર પણ દબાણ આવ્યું હતું. હેવીવેઇટ શેરો નબળા હોવા છતાં રોકડાના શેરોમાં આકર્ષણ હતું.શેરબજારમાં આજે અદાણી ગ્રુપના શેરોમાં ચમક યથાવત હતી. અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી વિલમર સહિતના શેરોમાં ઉછાળો હતો. આ સિવાય એનટીપીસી, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટાટા પાવર્સ, ટાઇટન, એશીયન પેઇન્ટસ, એચસીએલ ટેકનો., હિન્દ લીવર, નેસ્લે વગેરેમાં સુધારો હતો. એચડીએફસી બેંક, બજાજ ફિન્સ સર્વિસ, એચડીએફસી, કોટક મહિન્દ્રા, એસબીઆઇ કાર્ડ, ઇન્ફોસીસ વગેરે ઘટયા હતા.મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ ર80 પોઇન્ટના ઘટાડાથી 60330 હતો. જે ઉંચામાં 60786 તથા નીચામાં 60227 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી પર પોઇન્ટ પટીને 18001 હતો જે ઉંચામાં 1809પ તથા નીચામાં 17961 હતો.

Related posts

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત ભાઇ શાહ બિપરજાેય વાવાઝોડા બાદ કચ્છ માં ઊભી થયેલી પરિસ્થિતિ ની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા

saveragujarat

દેશમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૩ નવા કેસ

saveragujarat

કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ ફરી મેદાનમાં

saveragujarat

Leave a Comment