Savera Gujarat
Other

એમ્સના નવા ડાયેરક્ટર તરીકે ડો. એમ શ્રીનિવાસની નિમણૂંક કરવામાં આવી

નવીદિલ્હી,તા.૨૩
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) દિલ્હીની એમ્સના નવા ડાયેરક્ટર ડો. એમ શ્રીનિવાસની નિમણૂંક કરવામાં આવી છે. ડો. એમ શ્રીનિવાસ ઈએસઆઈ હોસ્પિટલ હૈદ્રાબાદના ડીનના રૂપમાં સેવા આપી રહ્યા હતા. નોંધનીય છે કે, ડો. રણદીપ ગુલેરિયાનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે જે બાદ નવા ડાયેરક્ટરની ઘોષણા કરવામાં આવી છે.
ડો. રણદીપ ગુલેરિયા ૨૮ માર્ચ ૨૦૧૭થી દિલ્હી એઈમ્સના ડાયરેક્ટરના રૂપમાં કાર્યભાર સંભાળી રહ્યા હતા જે બાદ તેમના કાર્યકાળ બે વાર વધારવામાં આવ્યા હતો જે આજે સમાપ્ત થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ડો. શ્રીનિવાસની ગણતરી દેશના મોટા તબીબોમાં થાય છે.
ડૉ. એમ. શ્રીનિવાસના નામ ઉપરાંત શ્રી ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ત્રિવેન્દ્રમના ડિરેક્ટર ડૉ. સંજય બિહારીનું નામ એઈમ્સ દિલ્હીના ડિરેક્ટરની મંજૂરી માટે છઝ્રઝ્રને મોકલવામાં આવ્યું હતું અંતે ડો.એમ.શ્રીનિવાસના નામ પર મહોર લાગવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, બાયોટેક્નોલોજી વિભાગના સચિવ રાજેશ એસ ગોખલે, સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવન અને દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને એમ્સના નવા ડિરેક્ટરના પદ માટે નામોની પસંદગી કરતી ચાર સભ્યોની પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Related posts

મુનવ્વર ફારુકીનો દિલ્લીવાળો શો પણ કેન્સલ થયા

saveragujarat

ઓસ્ટ્રેલિયા ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પરમ ઉલ્લાસભેર ભવ્ય ઓપનીંગ સેરેમની

saveragujarat

દીકરી જગત જનની લગ્નઉત્સવ બન્યો, કન્યાદાન, અંગદાન અને વિદ્યાદાનનો ત્રિવેણી સંગમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ દીકરી પૂજન કર્યું

saveragujarat

Leave a Comment