Savera Gujarat
Other

ઓસ્ટ્રેલિયા ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પરમ ઉલ્લાસભેર ભવ્ય ઓપનીંગ સેરેમની

સવેરા ગુજરાત/તા.૧૫

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી તેમજ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પાટનગર પર્થમાં શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ.મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, પર્થ, ઓસ્ટ્રેલિયા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર ઓપનીંગ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પધારેલા મહાનુભાવો સર્વ શ્રી ડો. જેગ્સ ક્રિસનન, મેમ્બર ફોર રીવરટન, સીનીયર સાર્જન્ટ મિ. બ્રાડ પીંચ, બેઝવોટર પોલીસ, બેઝવોટર સીટીના મેયર ફિલોમીના પીફરેટ્ટી અને બેઝવોટર લીટીના કાઉન્સિલર સલ્લી પાલમેર ખાસ ઉપસ્થિતમાં કર્યું હતું. તથા નગરયાત્રા પણ યોજાઈ હતી.મુખ્ય યજમાન શ્રી ડો. જેગ્સ ક્રિસનનએ પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની રચનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અને આ અણમોલ અવરસનો લાભ મળ્યો તે કૃતકૃતાર્થ થયા હતા. સર્વે મહાનુભાવોને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શિર પર પાધ બાંધી આશીર્વાદ આપી સન્માનિત કર્યા.

Related posts

ફરી એકવાર પાટીદાર પાવરની જલક જોવા મળે તેવી શક્યતા-6 માર્ચ સુધીમાં કેસ પાછા ખેંચો નહી તો સરકાર ઉથલી જશે

saveragujarat

૧૮ વર્ષથી નાની ઉમરના બાળકને મુશ્કેલીમાં જુઓ ત્યારે ડાયલ કરો હેલ્પલાઇન નંબર ૧૦૯૮

saveragujarat

ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આજથી આગમન

saveragujarat

Leave a Comment