Savera Gujarat
Other

માલધારી સમાજના આક્રોશ ઠંડો કરવા બે દિવસિય વિધાનસત્ર દરમિયાન બહુમતિથી રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક પરત લીધું

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૧
લાંબા સમયથી ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસનો મામલો યક્ષ પ્રશ્ન બનીને ઉભો છે. આ મુદ્દે રખડતા ઢોરના નિયંત્રણ માટે એક કાયદો લાવવાનું નક્કી કર્યું હતું. જાેકે, આ સમગ્ર મામલે ભારે રાજકારણ બાદ આખરે આજે ગુજરાત વિધાનસભામાં ભાજપે બહુમતીના આધારે આ વિધેયક પરત ખેંચવાાનો ર્નિણય કર્યો છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલા રખડતા ઢોર અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હતી.. જ્યારથી આ વિધેયક પસાર થયો હતો ત્યારથી તેઓ વિરોધ કરી રહ્યા છે. આ નારાજગી ખાળવા માટે સરકારે આ કાયદાના અમલમાં પાછી પાની કરવી પડી છે તેવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલો રખડતા ઢોર અંગેનો કાયદાને હવે વિધાનસભામાં બહુમતીના આધારે પરત ખેંચી લેવામાં આવ્યો છે. મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ હવે રાજ્ય સરકારે નમતું જાેખ્યું છે.
આ વિધેયક પરત ખેંચવા અંગે રાજ્યમાં ઠેર-ઠેર માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્રો આપ્યા હતા. માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક અને જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે એવા સમયે ભાજપ સરકારને માલધારી સમાજની નારાજગી પોસાય તેમ નથી. એજ કારણ છેકે, આજે મળેલાં વિધાનસભાના સત્ર દરમિયાન સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચવાનો ર્નિણય લેવાય છે. ઉલ્લેખનીય છે કે કેટલાક માલધારી સમાજના આગેવાનોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને મળીને પણ અગાઉ આ બાબતે રજૂઆત કરી હતી. તે સમયે માલધારી સમાજની માગને વ્યાજબી ગણાવતા પાટીલે કહ્યું હતું કે, આના પર યોગ્ય ર્નિણય લેવા સરકારને સુચન કરવામાં આવશે. અને આખરે આજે આ વિધેયકને પરત ખેંચવાનું નક્કી કરાયું છે.

Related posts

પાટણ ઉ.ગુજરાત યુનિ.ના ઉત્તરવહી બદલી કૌભાંડના રિપોર્ટ સોંપયા

saveragujarat

સાતમ- આઠમે ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે રમઝટ

saveragujarat

રાજ્યસભાની ૧૬ બેઠકો માટે ક્રોસ વોટિંગના ડર વચ્ચે મતદાન

saveragujarat

Leave a Comment