Savera Gujarat
Other

એસઆઇટીની ચાર્જશીટમાં ખુલાસો નરેન્દ્ર મોદીને મોત સજા આપવવા માટે ષડયંત્ર રચ્યું હતું

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૧
ગુજરાતમાં તીસ્તા સેતલવાડ વિરુદ્ધના કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તીસ્તા સેતલવાડ સામેએસઆઇટીએ ચાર્જશીટ ફાઈલ કરી છે. ગુજરાત વિરોધી તિસ્તા સેતલવાડના ષડયંત્રનો એસઆઇટીએ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તીસ્તા વિરુદ્ધ ગંભીર આરોપોના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા. તીસ્તા સેતલવાડે પીએમ નરેન્દ્ર મોદીને મોતની સજા અપાવવાનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમારે પણ સાથ આપ્યો હતો. તીસ્તા સહિત બન્ને અધિકારીઓએ ખોટા દસ્તાવેજાે ઉભા કરી ષડયંત્ર ઘડ્યું હતું. ખોટા દસ્તાવેજ ઉભા કરવામાં તીસ્તાને ભટ્ટ અને શ્રીકુમારે મદદ કરી હતી. એટલું જ નહીં, તીસ્તા પીડિત સાથ ન આપે તો ધમકી પણ આપતા હતા. મહત્વનું છે કે, ગુજરાતમાં તીસ્તા સેતલવાડ દ્વારા કોમી તોફાનોમાં કેસમાં ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો મામલે હાલ એસઆઇટી તપાસ કરી રહી છે. આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજાે રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. ગુજરાત છ્‌જીની ટીમે તિસ્તા સેતલવાડની મુંબઈના જુહુ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઇએએસ અધિકારી આરબી શ્રીકુમારની ૨૫ જૂને ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધ્યા બાદ ગુજરાતના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પુછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

ગુજરાતમાં કેવુ રહેશે ચોમાસું અને કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી

saveragujarat

રાહુલ ગાંધીની સતત ત્રીજા દિવસે પણ ઇડી દ્વારા પૂછપરછ ઃ કોંગી આગેવાન અને કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યોં

saveragujarat

ગાંધીનગરમાં દેવીપૂજક સમાજનું સ્નેહમિલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સમાજ દ્વારા અભિવાદન

saveragujarat

Leave a Comment