Savera Gujarat
Other

ઘાસચારા માટેની ૫૦૦ કરોડની સહાય ન ચૂકવાતા સરકારી કચેરીઓમાં ગાયો બાંધી વિરોધ

સવેરા ગુજરાત, બનાસકાંઠા,તા.૨૩
સરકાર દ્વારા ગાયો માટે ઘાસચારોના સહાય માટે ૫૦૦ કરોડની જાહેર કરવામાં આવી હતી. જાહેર કરેલી સહાય મામલે ગૌભક્તો હવે સહાય ન ચૂકવાતા વિરોધ કરી રહ્યા છે. જાહેર કરેલી સહાય ચૂકવવા ગૌભક્તો સરકાર સામે વિવિધ રીતે વિરોધ કરી રહ્યા છે. જાે સત્વરે સહાય નહિ ચૂકવામાં આવે તો રાધનપુરના ગૌભક્ત તેમજ ગૌશાળા સંચાલકોએ પશુઓને સરકારી કેચેરીમાં ગાયો છોડવાની આપી ચીમકી હતી. આજે સવારે બનાસકાંઠાના લાખણી ખાતે ગૌશાળાના સંચાલકોએ ગાયોને જાહેર રસ્તા પર છોડી દીધી હતી. આગાઉ આપેલી ચીમકી પગલે આજે વહેલી સવારે રાધનપુર પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગૌભક્તોએ ગાયોનો ખડકલો કર્યો છે. રાધનપુર ગૌભક્તોએ સુરભીગૌશાળા તેમજ પાંજરાપોળની ગાયો સરકારી કચેરીમાં બાંધી વિરોધ કર્યો છે. ગાયોને એક દિવસ પૂરતો ઘાસચારો નાખી પ્રાંતકચેરી તેમજ મામલતદાર કચેરીમાં બાંધવામાં આવી છે. જાે સત્વરે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં નહી આવે તો હજુ પણ જાહેર માર્ગો પર બનાસકાંઠાના ૧૮૦ ગૌશાળાની ગાયો છોડવાની ગૌભક્તો આપી ચીમકી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચીમકીને પગલે બનાસકાંઠાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આ સાથે જ ગૌશાળા અને પાંજરાપોળની પશુઓ છોડવાની ચીમકીના પગલે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ડીસાના કાંટ પાંજરાપોળ રોડ પર પોલીસ દ્વરા ગૌભક્તોને રોકવા માટે અને પરિસ્થિતિને પહોચીને કાબૂમાં લેવા માટે બેરીકેટ લગાવવામાં આવ્યા છે. કારણ કે, ગૌભક્તો અને પાંજરાપોળનો લોકો ૫૦૦ કરોડની સહાય મામલે પાંજરાપોળ અને ગૌશાળાના પશુઓ સરકારી કચેરીઓમાં છોડવામાં આવશે તેવી ચિમકી આપી રહ્યા છે. પાંજરાપોળના સંચાલકોએ જિલ્લાની તમામ ગૌશાળાની ગાયો છોડવાની ચિમકી આપી છે. ૫૦૦ કરોડનું બજેર મંજુર કર્યા બાદ પણ સહાર ચૂકવમાં આવી નથી. જાહેરાત બાદ પણ સહાય ન ચૂકવાતા પાંજરાપોળના સંચાલકો સરકારી કચેરીઓ અને જાહેર રસ્તા પર ગાયો છોડવાની ચિમકી આપી રહ્યા છે. આ પગલે ડીસાનાં રાજપુર પાંજરાપોળ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા આવ્યો.

Related posts

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઊંચાઈનો અવરોધ જવા મળ્યો

saveragujarat

સુરતમા મહિલા હત્યાનો વધુ એક ભેદ ઉકેલતી ઉધના પોલીસ,વેલેન્ટાઈન ડેએ પ્રેમીને મળવા ઓરિસ્સાથી આવી હતી સુરત.

saveragujarat

‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

saveragujarat

Leave a Comment