Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

રાજ્યસભાની ૧૬ બેઠકો માટે ક્રોસ વોટિંગના ડર વચ્ચે મતદાન

 

નવી દિલ્હીઃ તા. ૧૦
દેશમાં આગામી સમયના રાજકારણ પર પ્રભાવ પાડી શકતી રાજયસભાની ૧૬ બેઠકોની ચૂંટણીમાં રાજસ્થાન અને હરિયાણામાં અપસેટની શકયતા છે. મહારાષ્ટ્રની છ બેઠકોની ચૂંટણીમાં હવે મોટું સસ્પેન્સ પુરુ થઈ ગયું છે અને હવે એઆઈએમઆઈએસના બે ધારાસભ્યોએ શાસક મહાવિકાસ અઘાડીના ટેકામાં મત આપવાની જાહેરાત કરતા હવે આ જાેડાણ તરફથી ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપશે. જયારે એનસીપીના બે ધારાસભ્ય પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ તથા કેબીનેટમંત્રી નવાબ મલીક જેઓ જેલમાં તેઓને મત આપવા માટે ખાસ છૂટ આપવા હાઈકોર્ટમાં સુનાવણી થશે અને તેઓને જાે હાઈકોર્ટ સાંજના ૪ પુર્વે મતદાનની મંજુરી આપી તો શિવસેના-એનસીપી તથા કોંગ્રેસ ગઠબંધન માટે જીત સરળ બનશે. જાે કે ભાજપ હવે ક્રોસ વોટીંગ પર આશા રાખીને તેના ત્રણ ઉમેદવારના જીતના દાવા કરી રહી છે.
સાંજે ચાર વાગ્યા પુર્વે આ સસ્પેન્સનો પણ અંત આવશે તેમ માનવામાં આવે છે. બીજી તરફ રાજસ્થાનમાં ખરાખરીના જંગના સંકેત છે અને છેલ્લા એક સપ્તાહથી રીસોર્ટમાં રખાયેલા કોંગ્રેસ તથા સાથી અપક્ષ ધારાસભ્યોને તબકકાવાર મતદાન મથકે લઈ આવવામાં આવી રહ્યા છે અને અહી ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોટ પોલીંગ એજન્ટની ભૂમિકામાં છે. રાજયસભા ચૂંટણી પુર્વે એક અભૂતપૂર્વ પગલામાં રાજય સરકારના આદેશથી જયપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં કોંગ્રેસના પીઢ નેતા મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાનમાં છે અને જાે ક્રોસ વોટીંગ થાય તો કોંગ્રેસ એક બેઠક ગુમાવી શકે છે તો ભાજપને ઘનશ્યામ તિવાડીની જીત પણ નિશ્ચીત છે પણ ભાજપે અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને મેદાનમાં ઉતારીને અપક્ષો મારફત અપસેટ સર્જવાની તૈયારી કરી છે.હરિયાણામાં કોંગ્રેસના ઉમેદવાર અજય માકન સામે ભાજપે કોંગ્રેસના જ પુર્વ નેતા સ્વ. વિનોદ શર્માના પુત્ર કાર્તિકેય શર્માને અપક્ષ તરીકે ટેકો આપીને મુશ્કેલી સર્જી છે. કર્ણાટકમાં પણ ભાજપ-કોંગ્રેસ વધારાના ઉમેદવાર ઉતારીને લડાઈ રસપ્રદ બનાવી છે.

Related posts

હંમેશા તરસ્યા રહેતા કચ્છ માટે સરકારનો મોટો નિર્ણય, હવે દૂર થશે પાણીની પળોજણ

saveragujarat

ગાંધીનગર ખાતેથી ૨૦૧ નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬૮૦૬૩ દર્દીઓ નોંધાયા

saveragujarat

Leave a Comment