Savera Gujarat
Other

અમદાવાદ ખાતે પ્રોફેસર સમીટ કાર્યક્રમ યોજાયો. સાંસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત.

કર્ણાવતી મહાનગર શિક્ષણ સેલ દ્વારા અમદાવાદ ખાતે આયોજીત પ્રોફેસર સમીટ કાર્યક્રમ રાજયસભાના સાંસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રમુખ અમિતભાઇ શાહે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીનું સ્વાગત કર્યુ. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રમુખશ્રી અમિતભાઇ શાહ અને પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ પ્રાસંગીક સંબોધન કર્યુ
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે દેશના યુવાનોને દિશા આપનાર પ્રઘ્યાપકો સાથે મળવાનો અવસર મળ્યો તે મારુ સૌભાગ્ય છે. પ્રધ્યાપકોએ સારા કાર્ય માટે કોઇ પાસેથી સર્ટીફિકેટ લેવાની જરૂર નથી. વિશ્વવિઘ્યાલયની શરૂઆત ભારતમાંથી જ થઇ હતી. નાલંદા અને તક્ષશીલા જેવા વિશ્વવિધ્યાલય ભારતમાં હતા. ભારત વિદ્યાનું કેન્દ્ર રહ્યુ છે અને વિશ્વવિદ્યાલયનો કોન્સેપ્ટ ભારત નો જ છે. ગુરુકુળની પરંપરા વર્ષો જુની છે. દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે નાલંદા વિશ્વવિદ્યાલયને ફરીથી એશિયન ગ્લોરી પર લાવવા અંદાજે ૨૭૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આવનાર ૨૫ વર્ષમાં વિકસિત ભારત બનાવવાનું છે. વિકસીત ભારત એજ્યુકેશનની દ્રષ્ટીએ પણ આગળ રહે. સરકારનું કામ છે દરેક ક્ષેત્રે ઇન્ફાસ્ટ્રકચર યોગ્ય આપવાનું અને આજે દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કરી રહ્યા છે. આપણા દેશના યશસ્વી વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે નવી શિક્ષણ પોલીસી આપી. નવી શિક્ષણનીતી માટે આશરે ૫૦ લાખ જેટલા સજેશન આવ્યા જેમાથી ૨ લાખ સજેશન માન્ય રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ચર્ચા વિચારણા પછી નવી શિક્ષણનીતી તૈયાર થઇ છે. નવી શિક્ષણનીતી ભારતની માટીમાંથી તૈયાર થઇ છે. નવી શિક્ષણનીતી એનાલીસીસની તાકાત વઘારશે, એપ્લિકેશન ઓફ માઇન્ડને મજબૂત કરશે. નવી શિક્ષણ નીતી માત્ર ડિગ્રી નથી આપતુ પરંતુ સ્કીલ, વિશ્વાસ અને પ્રેકટીકલથી સજ્જ છે. ૧૪ એન્જિનયરિંગ કોલેજમાં આઠ રાજયોમાં પાંચ રાષ્ટ્રીય ભાષામાં કોર્ષ ભણાવવામાં આવશે. આવનાર સમયમાં ક્વોલિટી એજ્યુકેશન ક્ષેત્રે ભારત મોટુ હબ બનશે.

નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, ૧૦૪૩ યુનિવર્સિટી બની છે. પોસ્ટ ગ્રેજ્યુટની ૮૦ ટકા બેઠક વઘારી છે. કોરોનાકાળમાં પશ્ચિમ દેશ આપણા કરતા સ્વાસ્થ્ય ક્ષેત્ર ઘણા આગળ હોવા છતા પોલીટીકલ નેતાઓ એ નક્કી ન કરી શક્યા કે તેમણે વ્યકિતને બચાવો કે ઇકોનોમિ. માત્ર ત્રણ મહિનામાં પશ્ચિમ દેશોની સ્વાસ્થ્ય સુવિઘા કથળી ગઇ પરંતુ આપણા દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “જાન હે તો જહાન હે” નું સુત્ર આપ્યું. કોરોનાકાળમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સમયમસર દેશમાં લોકડાઉન લગાવ્યું.. કોરોના કાળમાં આપણી પાસે પીપીઇ કિટ, માસ્ક, આઇસોલેશન બેડ, ક્વોરોન્ટાઇન સેન્ટર, ઓક્સીજનની વ્યવસ્થા પુરતી ન હતી તેમ છતા અઢી મહિનામાં દેશને પીપીઇ એકસ્પોર્ટ કરતા કરી દીધો અને જરૂરી તમામ વ્યવસ્થા તાત્કાલીક ઉભી કરી અને તબક્કાવાર લોકડાઉન દુર કર્યુ. ગરીબ વ્યક્તિનું ભૂખમરાથી મોત ન થાય તે માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી ૮૦ કરોડ વ્યક્તિને અનાજ આપ્યુ. પહેલા દેશમાં મહામારી સમયે વર્ષો વિતવા છતા રસી નહોતી આવતી પરંતુ દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે કોરોનાકાળમાં માત્ર ૯ મહિનામાં દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી એક નહી બે રસી આપી. ભારત આજે ડિજીટીલાઇજેશન ક્ષેત્રે આગળ છે. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સાંસદ કિરિટભાઇ સોલંકી, અમદાવાદ શહેરના પ્રમુખ અમિતભાઇ શાહ, ગુજરાત પ્રદેશ શિક્ષણ સેલના કન્વીનર ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, નેતા જગદીશભાઇ ભાવસાર સહિત જુદી-જુદી કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

શેરબજારમાં તેજીને બે્રક : એચડીએફસી ગ્રુપમાં ઘટાડો, અદાણી ગ્રુપમાં સતત તેજી : ઇન્ડેક્ષમાં 300 પોઇન્ટનો ઘટાડો

saveragujarat

બ્રહ્મલીન કાશ્મીરી બાપુના દેહને આમકુ આશ્રમ ખાતે સમાધિસ્થ કરવામાં આવ્યા.(બાપુનું મુળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેવ હતું.)

saveragujarat

બીબીસીની ઓફિસમાં આવકવેરા વિભાગનો સર્વે આખરે પૂર્ણ થયો

saveragujarat

Leave a Comment