Savera Gujarat
Other

સુરતમાં દૂધ અને દૂધની થેલીઓ તાપીમાં ફેંકવામાં આવી

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૧

માલધારી સમાજ હવે લડી લેવાના મુડમાં : સુરતમાં દૂધની થેલીઓ તાપીમાં ફેંકવામાં આવી

રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજ મેદાને ઉતાર્યો છે અને સરકાર સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહીં માલધારી સમાજ દ્વારા આજે દૂધની હડતાળ પાળવામાં આવી છે. જેના પગલે માલધારી સમાજ દ્વારા દૂધનું વિતરણ કરવામાં આવ્યું નથી. દૂધનું વિતરણ કરવામાં ન આવતા રાજ્યમાં ઠેર ઠેર હાલાકી સર્જાઈ હતી. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આની અસર જાેવા મળી હતી. ઠેર ઠેર માલધારી સમાજ દ્વારા દૂધનું વિતરણ ન કરવામાં આવતા પાર્લરો પર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી હતી. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ લોકોને દૂધ મળ્યું હતું. આ સિવાય સુરત અને તાપીમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં સુરતમાં દૂધની થેલીઓ તાપી નદીમાં ફેંકવામાં આવી હતી. આ સિવાય અમદાવાદ સહિતના કેટલાંક વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવામાં પણ આવી હતી. રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ માલધારી સમાજ દ્વારા એક કાર્યક્રમ યોજીને ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ માલધારી સમાજ દ્વારા આજે દૂધનું વિતરણ નહીં કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે માલધારી સમાજે સમગ્ર ગુજરાતના દૂધનું વિતરણ બંધ રાખ્યું હતું. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વહેલી સવારથી જ રાજ્યના વિવિધ પાર્લરો પર લોકોની ભારે ભીડ ઉમટી હતી અને દૂધ લેવા માટે લાંબી લાંબી લાઈનો લાગી હતી. કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ લોકોને દૂધ મળ્યું હતું. દૂધની હડતાળના પગલે લોકો પણ વધારે દૂધનો સંગ્રહ કરી રહ્યા છે. ડરના કારણે લોકો ઘરમાં દૂધનો સ્ટોક એકત્ર કરી રહ્યા છે. ગઈ કાલે સાંજે પણ વિવિધ કરિયાણા સ્ટોર્સ અને અમૂલ પાર્લરો પર લોકોની ભીડ જાેવા મળી હતી. સાથે જ વહેલી સવારથી જ અમૂલ પાર્લરો પર લોકો દૂધ લેવા માટે ઉમટ્યા હતા. તો પાર્લર્સના સંચાલકોનું કહેવું છે કે, હાલ દૂધની કોઈ શોર્ટેજ નથી. પહેલેથી જ દૂધનો જથ્થો મંગાવી લેવામાં આવ્યો છે, જેથી કરીને ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે. બીજી તરફ, સુરતમાં પણ દૂધ લેવા પાર્લર્સ પર લોકોની પડાપડી થઈ હતી. સુરતમાં સુમુલ પાર્લર બહાર લોકો કલાકો સુધી રસ્તા પર ઉભા રહ્યા હતા અને દૂધ મેળવ્યું હતું. જેના પગલે દૂધ પાર્લર બહાર બાઉન્સર્સ પણ તૈનાત કરવામાં આવ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. ગઈ રાત્રીથી જ સુરતમાં આવી સ્થિતિ જાેવા મળી રહી છે. આ સિવાય સુરતમાં સુમુલની દૂધવાન પર લોકોએ હુમલો કર્યો હોવાની પણ ઘટના સામે આવી છે. હુમલાની બે ઘટનાઓ સામે આવી છે. કેટલાંક લોકોએ દૂધવાનને રોકી હતી અને લૂંટ ચલાવી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. સાથે જ દૂધના કેરેટ રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા. તો ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાની માગણી સાથે રાજકોટમાં પણ વિરોધ જાેવા મળ્યો હતો. રાજકોટમાં પણ માલધારી સમાજ દ્વારા દૂધનું વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. જાે કે, રાજકોટ ડેરી દ્વારા દૂધનું વિતરણ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટમાં મોડી રાત્રી સુધી ગ્રાહકોની લાંબી લાઈનો જાેવા મળી હતી. રાજકોટમાં રાત્રે દૂધ લેવા માટે પડાપડી થઈ હતી. ત્યારે એક ગ્રાહકે જણાવ્યું કે, તેઓ રાત્રીના ૯ વાગે પાર્લર પર દૂધ લેવા માટે આવ્યા હતા અને તેઓને રાત્રીના ૧૨ વાગ્યા પછી દૂધ મળ્યું હતું. આ સ્થિતિ બાદ રાજ્યમાં ઠેર ઠેર કફોડી પરિસ્થિતિ સર્જાઈ હતી. કેટલાંક લોકોએ તો દૂધનો સ્ટોક પણ જમા કર્યો હતો. લોકોમાં પણ દૂધ ખૂટી જવાનો ડર જાેવા મળ્યો હતો. ત્યારે આ સ્થિતિનો સુખદ અંત આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.

Related posts

ઈડર-વડાલી હાઈ વે પર જૈન સાધ્વીજી ને નડ્યો અકસ્માત

saveragujarat

ગુજરાત સહકારીતા-સંસ્કારનું સમન્વયનું શ્રેષ્ઠ પ્રતિકઃ વડાપ્રધાન

saveragujarat

નિયમોની ઐસી કી તૈસી કરવામા નેતાઓજ સૌથી મોખરે હોય છે, પારિવારીક પ્રસંગે BJP યુવા નેતાએ ભીડ ભેગી કરી અનુશાસનનો કર્યો ભંગ.

saveragujarat

Leave a Comment