Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અંગદાનમાં મળેલાં અંગોને VVIP કરતાં પણ વધુ ઝડપે ગ્રીનકોરિડોર દ્વારા એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે -ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. 18
.
હાલો અંગદાન કરવાનો સંકલ્પ કરીએ…..કોઈ નો જીવ બચે એવું કામ કરીએ…અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો

ગૃહ, રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો
………….
રાજ્ય મંત્રી મૂકેશભાઈ પટેલ અને અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા)ની પ્રેરક ઉપસ્થિતિ

મરણપથારીએ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને અંગદાન થકી નવજીવન મળ્યું છે – મંત્રી  હર્ષભાઇ સંઘવી

ગૃહ, રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરવામાં આવ્યો હતો.
રાજ્ય મંત્રી શ્રી મૂકેશભાઈ પટેલ અને અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા) પણ આ ક્ષણે જોડાયા હતા.
રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, અંગદાનનો ગરબો લૉન્ચ થતાં આ વર્ષની નવરાત્રિમાં અંબાની ભક્તિ સામાજિક સેવાના સંકલ્પની શક્તિ પ્રદાન કરશે.

અંગદાનની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ દાદા અને સરકારની અથાગ મહેનત, પરિશ્રમ અને પ્રયાસોથી આજે અંગદાનની કામગીરી સમગ્ર રાજ્યમાં વેગવંતી બની છે.
મરણપથારીએ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા જરૂરિયાતમંદ પીડિત દર્દીને અંગદાન થકી નવજીવન મળી રહ્યું હોવાનું  એ ઉમેર્યું હતું..
જેના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ વર્ષમાં ૯૦થી વધુ અંગદાન થયા છે.
અંગદાનની કામગીરી સફળ બનાવનાર તબીબો, અંગદાતા પરિવારો, સામાજિક કાર્યકર્તાઓ, ગુજરાત પોલીસને સહર્ષ શુભેચ્છાઓ આપી હતી.
ગ્રીન કોરિડોરના સફળ વ્યવસ્થાપનના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી માત્ર ૬ મિનિટમાં અંગોને સફળતાપૂર્વક પહોંચાડવાની ઐતિહાસિક કામગીરી કરવામાં આવતી હોવાનું જણાવી અંગદાનમાં મળેલા અંગોને વીવીઆઈપી કરતા પણ વધુ ઝડપે એરપોર્ટ સુધી પહોંચાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી હોવાનું એ જણાવ્યું હતું.
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીતકાર અને કમ્પોઝર મનુભાઈ રબારીના સંકલનથી તૈયાર કરવામાં આવેલ અંગદાનનો ગરબો ઉમંગ , ઉત્સાહ સાથે લોકોમાં અંગદાનની પ્રેરણા વધારવા સાર્થક સાબિત થશે.

અંગદાન ઉપર લખાયેલ ગરબાના શબ્દો લોકોને અંગદાન માટે જાગૃત કરીને અંગદાન કરવાની પ્રેરણા આપીને અંગદાન માટે સંકલ્પબદ્ધ બનાવે છે.
………………
-અમિતસિંહ ચૌહાણ

Related posts

અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજાનું આગમન,અત્યાર સુધીમાં ૫ ઇંચ વરસ્યો

saveragujarat

ગીર સોમનાથ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ

saveragujarat

ઘરફોડના આરોપીઓને પકડવા યુપી ગયેલી ઊંઝા પોલીસ પર ફાયરિંગ

saveragujarat

Leave a Comment