Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગીર સોમનાથ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ

સાવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૨
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજાેય વાવાઝોડું વધુને વધુ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. બિપોરજાેય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સર્જાઈ છે. આ વાવાઝોડું પોરબંદરથી ૩૨૦ કિમી દૂર પહોંચી ગયું છે. તે ૧૫ જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે તેમ હોઈ હાલમાં પોરબંદર, દ્વારકા, જામનગક, ઓખા, સલાયા, મુંદ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં વરસાદ શરૂ થયો છે. ગીર સોમનાથમાં બિપોરજાેય વાવાઝોડાની અસર જાેવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરુ થયો છે. વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ગીર ગઢડામાં વરસાદ શરૂ થયો છે. દરિયામાં પણ કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બિપરજાેય વાવાઝોડાના કારણે વરસાદથી ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી છે. ગીરમાં ખેડૂતોએ મગફળીના વાવેતર માટે તૈયારીઓ કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજાેય વાવાઝોડાને પગલે પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ શરૂ થયો છે. દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યા છે.બિપરજાેય વાવાઝોડાની સંભવિત અસરને લઈ ધોરાજી ડિજિસ્ટર વિભાગની ટીમ એલર્ટ થઈ ગઈ છે. ધોરાજીમાં વાવાઝોડાને લઈ વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. ધોરાજીમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધોરાજીમા તંત્ર દ્વારા ગ્રામ્ય પંથકમાં માઈક દ્વારા સાવચેતી રાખવા સૂચના આપી આપવામાં આવી છે. સંભવિત બિપરજાેય વાવાઝોડાની અસરને કારણે સાવચેતી રાખવી, વૃક્ષ નીચે બેસવું નહીં, કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને વીજપોલને અડકવું નહીં જેવી માઈક દ્વારા સતત સૂચના આપવામાં આવી રહી છે.ગીર સોમનાથ, ધોરાજી, પોરબંદર ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. બિપરજાેય વાવાઝોડાને કારણે વરસાદની શરુઆત થઈ છે. દ્વારકામાં ધીમી ધારે વરસાદી ઝાપટા શરુ થયા છે. વાવાઝોડાને કારણે વાતાવરણ બદલાતા પવન ફૂંકાઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે દ્વારકા સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પચપચીયા, રબારીકા, સાળવા, કંટાળા, ભાણીયા, ધુંધવાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનને કારણે મિનિ વાવાઝોડા જેવી અસર જાેવા મળી રહી છે.

Related posts

પેરૂમાં ઇમરજન્સી લગાવાઇ, અનેક સ્થળોએ હિંસક પ્રદર્શન

saveragujarat

ઈડર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો

saveragujarat

જાપાન, ઈરાક સહિતના 42 દેશોએ ભારતમાં ઉત્પાદીત રક્ષા ઉપકરણો માટે ઓર્ડર આપ્યા

saveragujarat

Leave a Comment