Savera Gujarat
Other

નવરાત્રિમાં દરરોજ માતાને ચઢાવો આ ૯ વસ્તુઓ માતાજીની કૃપા બની રહેશે

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૧૬
નવરાત્રીના નવ દિવસ માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવો તમને જણાવીએ કે આ સમય દરમિયાન તેમના દરેક સ્વરૂપને કેવા પ્રકારનો ભોગ ચઢાવવો જાેઈએ. હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ વખતે શારદીય નવરાત્રી ૨૬ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને ૫ ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન નવરાત્રિના દરેક દિવસે માતાના ૯ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા રાણીને પ્રસન્ન કરવા માટે લોકો ઉપવાસ રાખે છે અને તેમને વિવિધ પ્રકારના ભોગ પણ ચઢાવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીએ છીએ કે દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે તમારે તેમના દરેક સ્વરૂપ માટે કેવો નવરાત્રિનો વિશેષ પ્રસાદ ચઢાવવો જાેઈએ, જેથી માતા પણ પ્રસન્ન થાય અને તેમની કૃપા હંમેશા તમારા પર રહે.
પ્રથમ દિવસ દેશી ઘી ઃ નવરાત્રીનો પ્રથમ દિવસ માં શૈલપુત્રીને સમર્પિત છે. દેવી સતી તરીકે આત્મદાહ કર્યા પછી, દેવી પાર્વતીએ ભગવાન હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો અને શૈલપુત્રી તરીકે ઓળખાયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિના પ્રતિક માં શૈલપુત્રીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રીના પહેલા દિવસે દેશી ઘી ચઢાવો.
બીજા દિવસે સાકર ઃ નવરાત્રિનો બીજાે દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. આ સ્વરૂપમાં દેવી પાર્વતીના અવિવાહિત સ્વરૂપને દેવી બ્રહ્મચારિણી તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે દેવીને સાકરનો પ્રસાદ ચઢાવો.
ત્રીજા દિવસે ખીર ઃ નવરાત્રિનો ત્રીજાે દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. દેવી ચંદ્રઘંટા એ દેવી પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે. આ દિવસે ચંદ્રઘંટા દેવીને ખીર ચઢાવો. તેનાથી માતા તેમના ભક્તોને હિંમત જેવા ગુણોના આશીર્વાદ આપે છે અને તેમને અધર્મથી બચાવે છે.
ચોથા દિવસે માલપુઆ ઃ નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા એ દેવી છે, જેમનામાં સૂર્યની અંદર રહેવાની શક્તિ અને ક્ષમતા છે. દેવી કુષ્માંડાને માલપુઆનો પ્રસાદ ચઢાવો. તે તેમના ભક્તોના જીવનમાંથી અંધકાર દૂર કરે છે અને તેમને ધન અને આરોગ્ય આપે છે.
પાંચમા દિવસે કેળા ઃ નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દેવી ભગવાન સ્કંદની માતા બન્યા હતા. નવરાત્રિ દરમિયાન દેવી સ્કંદમાતાને કેળાનો પ્રસાદ ચઢાવો, જે તેમના ભક્તોને સમૃદ્ધિ અને શક્તિ આપે છે.
છઠ્ઠા દિવસે મધ ઃ નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મહિષાસુર રાક્ષસનો નાશ કરવા માટે દેવી પાર્વતીએ કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું હતું. ક્રોધને કેવી રીતે સકારાત્મક દિશામાં લઈ શકાય તે જાણવા માટે નવરાત્રિ દરમિયાન દેવી કાત્યાયનીને મધનો પ્રસાદ ચઢાવો.
સાતમા દિવસે ગોળ ઃ નવરાત્રીના સાતમા દિવસે માં કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. દેવી પાર્વતીએ શુંભ અને નિશુમ્ભ નામના રાક્ષસોનો અંત કરવા માટે માતા કાલીનું રૂપ ધારણ કર્યું હતું અને તે દેવી પાર્વતીનું સૌથી ઉગ્ર અને ક્રૂર સ્વરૂપ છે. નવરાત્રિ દરમિયાન દેવી કાલરાત્રિને ગોળનો પ્રસાદ ચઢાવો, જેથી તેમના શરીરમાંથી નીકળતી શક્તિશાળી ઊર્જાને શોષી શકાય.
આઠમા દિવસે નાળિયેર ઃ નવરાત્રિના આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી મહાગૌરીને નારિયેળનો પ્રસાદ ચઢાવો, જેથી પાપોમાંથી મુક્તિ મળે અને સાંસારિક લાભના રૂપમાં તેમના આશીર્વાદ મળે.
નવમા દિવસે તલ ઃ નવરાત્રીના નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી આદિ-પરાશક્તિનું કોઈ સ્વરૂપ ન હતું. શક્તિની સર્વોચ્ચ દેવી, આદિ-પરાશક્તિ, ભગવાન શિવના ડાબા ભાગમાંથી સિદ્ધિદાત્રીના રૂપમાં પ્રગટ થયા. તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ માટે નવરાત્રિ દરમિયાન દેવી સિદ્ધિદાત્રીને તલ અર્પણ કરો.

Related posts

યુક્રેન સંકટ પર ભારતના વલણને ક્વાડ દેશોએ સ્વીકાર્યું

saveragujarat

ધો-૧૨ સાયન્સના બે વિષયમાં નાપાસ છાત્રોની જુલાઈમાં પરીક્ષા લેવાશે

saveragujarat

સોખડા હરિધામ મંદિરની ગાદી માટે બે જૂથ વચ્ચે સંઘર્ષની લડાઈ

saveragujarat

Leave a Comment