Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ધો-૧૨ સાયન્સના બે વિષયમાં નાપાસ છાત્રોની જુલાઈમાં પરીક્ષા લેવાશે

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૨૬
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધો.૧૨ સાયન્સ અને ધો.૧૦નું પરિણામ જાહેર થઈ ગયું છે. સમગ્ર રાજ્યનું ધોરણ ૧૨ સાયન્સનું ૬૫.૫૮ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ધોરણ ૧૦નું ૬૪.૬૨ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હવે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ રાહ જાેઈને બેઠા છે. બીજી તરફ ધોરણ ૧૨ સાયન્સની પૂરક પરીક્ષા અંગે શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે. એક કે બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની જુલાઈમાં પરીક્ષા લેવાશે. ધોરણ ૧૨ સાયન્સમાં એક કે બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી લીધી છે. જુલાઈ મહિનામાં આ વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓ પાંચમી જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ રંંॅઃ//ય્જીહ્વ.ર્ખ્તિ પર અરજી કરવાની રહેશે. પરીક્ષાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર ૬૦ વિદ્યાર્થીને જ પકડી શકી છે.વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે. હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે.ધો.૧૦ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે ૭૫૯ કેસ અને સ્ક્વોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા ૨૯ કેસ કરાયા છે. ધો.૧૨ સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે ૨૬ અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે ૩૪૫, અન્ય દ્વારા ૨૨ કેસ કરાયા છે. તેમાં સ્ક્વોડ, સ્થળ સંચાલક કે ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા ધોરણ-૧૦ અને ૧૨ના માત્ર ૬૦ વિદ્યાર્થી પકડાયા છે. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં, ગેરરીતિ કરતા ૧૧૩૦ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થી ઝડપાયા છે. જાેકે ગેરરીતિમાં પકડાયેલા કુલ ૧૧૯૦ વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે.

Related posts

યુક્રેનમા ફસાયેલા ભારતીય વિધ્યાર્થીઓના રેસ્ક્યુ પર ભારત સરકારનો સફળ પ્રયાસ‌-ગુજરાતી પરીવારોમા ખુશીનો માહોલ

saveragujarat

ભિલોડાના કુંભારી તલાવડી યુવક હત્યા મામલે એક મહિલા સાથે ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચતી ભીલોડા પોલીસ

saveragujarat

ભારતીય જનતા કિસાન મોરચા જામનગર શહેર દ્વારા નમો કિસાન પંચાયતનું કરાયું આયોજન.

saveragujarat

Leave a Comment