Savera Gujarat
Other

હત્યાના કેસમાં આજીવન કારાવાસથી ઓછી સજા આઇપીસી ૩૦૨ની વિપરીત : સુપ્રીમ

નવી દિલ્હી તા. ૦૫
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જાે કોઇ આરોપીને આઇપીસીની કલમ ૩૦૨ અંતર્ગત દંડનીય અપરાધ માટે દોષી ઠેરવવામાં આવે છે તો તેને આજીવન કારાવાસથી ઓછી કોઇ સજા આપી ન શકાય. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીને બેન્ચે કહ્યું કે ૩૦૨ અંતર્ગત હત્યાની સજા મોત કે આજીવન કારાવાસ અને દંડ હશે. અને આ કારણે આઇપીસીની કલમ ૩૦૨ અંતર્ગત દંડનીય અપરાધ માટે ઓછામાં ઓછી આજીવન કેદની સજા થશે.
કોર્ટે કહ્યું કે કલમ ૩૦૨ અંતર્ગત દંડનીય અપરાધ માટે આજીવન કારાવાસ કરતાં ઓછી કોઇ પણ સજા કલમ ૩૦૨ની વિપરીત હશે. મધ્યપ્રદેશ હાઇકોર્ટ દ્વારા એક કેસમાં આરોપીની આજીવન કેદની સજાને ઘટાડવાના ર્નિણય વિરૂદ્‌ઘ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમની બેન્ચે આ ટિપ્પણીઓ કરી હતી. આરોપીએ આઇપીસીની કલમ ૧૪૭, ૧૪૮, ૩૨૩ અને ૩૦૨/૩૪ અંતર્ગત ગુના આચર્યા હતાં.
મધ્ય પ્રદેશ રાજ્ય તરફથી હાજર ડેપ્યુટી એડવોકેટ જનરલ અંકિતા ચૌધરીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ તર્ક આપ્યો હતો કે એક વખત કોઇ આરોપીને કલમ ૩૦૨ આઇપીસી અંતર્ગત દંડનીય અપરાધ માટે દોષી ઠેરવવામાં આવે છે તો ઓછામાં ઓછી સજા આજીવન કેદ હશે અને આ માટે આજીવન કેદથી ઓછી કોઇ પણ સજા આઇપીસીની કલમ ૩૦૨ની વિપરીત હશે. અંકિતા ચૌધરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આરોપીને કલમ ૩૦૨ અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માન્યું કે કોર્ટે જ્યારે ફેંસલો સંભળાવ્યો ત્યાં સુધી આરોપી ૭ વર્ષ અને ૧૦ મહિનાની સજા કાપી ચૂક્યો હતો જ્યારે કે સુપ્રીમ કોર્ટે માન્યું કે કલમ ૩૦૨માં આરોપીની સજા ઘટાડવી સ્વીકાર કરવી યોગ્ય નથી અને અસ્થિર છે. પેનલે આરોપીને ૮ સપ્તાહની અંદર સંબંધિત અદાલતમાં હાજર કરવા અને આજીવન કેદનો સામનો કરવાનો આદેશ આપ્યો છે.

Related posts

ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણાનું ૧૫મી ઓગસ્ટ – ૭૬ મા સ્વાતંત્ર્યદિનનું પ્રવચન

saveragujarat

રાહુલ ગાંધી ED સમક્ષ હાજર: દેશભરમાં કોંગ્રેસના દેખાવો

saveragujarat

ફરી એક વાર “આપ”ની આબરુનો થયો સવાલ..? સુરત AAP ના વધુ બે મહિલા કોર્પોરેટરો સંપર્ક વિહોણા,વધું બે કોર્પોરેટરો છોડી શકે આપ.

saveragujarat

Leave a Comment