Savera Gujarat
Other

ગાંધીનગરમાં આગામી ૧૭ સપ્ટે. સુધી કલમ ૧૪૪ લાગુ

સવેરા ગુજરાત, ગાંધીનગર, તા.૪
ગાંધીનગરમાં ખેડૂતો અને સરકારી કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને પગલે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આગામી ૧૭ સપ્ટેમ્બર સુધી આ કર્ફ્‌યુ લાદવામાં આવ્યુ છે.અલગ- અલગ વિરોધ પ્રદર્શનને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે.જેમાં ગાંધીનગરમાં રેલી અને સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે માત્ર વચન નહીં પરંતુ લેખિત ખાતરી બાદ જ આંદોલન સમેટાશે.તો બીજી તરફ સચિવાલય સંવર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે.સચિવાલય ફેડરેશને નાણાપ્રધાન પાસે મુલાકાત માટે સમય માગ્યો છે.તો ખેડૂતોએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં છેલ્લા ૧૧ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.તો હાલ ખેડૂતોએ પણ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.જેના કારણે ગાંધીનગર પ્રશાસન દ્વારા આ ર્નિણય લેવામા આવ્યો છે.

Related posts

સુરતમા હિજાબનો વિવાદીત મામલો: પી પી સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ સર્જાયો,12 કાર્યકરોની અટકાયત

saveragujarat

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કેમ નથી રમતો ટેસ્ટ ક્રિકેટ?

saveragujarat

દેશના ૧૨૭૫ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવા તૈયારીઓ

saveragujarat

Leave a Comment