Savera Gujarat
Otherકરંટ અફેયરભારતરાજકીય

ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણાનું ૧૫મી ઓગસ્ટ – ૭૬ મા સ્વાતંત્ર્યદિનનું પ્રવચન

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૫
આજના ૧૫મી ઓગસ્ટ ના ૭૬ મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જશુભાઈ પટેલ, ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઋચિરભાઈ ભટ્ટ, દંડક તેજલબેન નાયી, પક્ષના નેતા પારૂલબેન ઠાકોર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરઓ, મારા સાથી કાઉન્સિલરઓ, કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ કાઉન્સિલરઓ, તથા સર્વે ઉપસ્થિત મહાનુભાવો, નગરજનો શુભકામના પાઠવી હતી. સ્વતંત્રતા દિવસ વિશ્વના કોઈપણ રાષ્ટ્ર માટે ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી નોંધપાત્ર દિવસ છે. સ્વતંત્રતા દિવસ એ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના સર્વોચ્ચ યોગદાનની ઉજવણી માટે એક મહાન પ્રસંગ છે. દેશ જ્યારે આઝાદીનું ૭૫ મું પર્વ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના લડવૈયાઓનું સ્મરણ સ્વાભાવિક થઈ જાય છે.


આપણો દેશ આજે ૭૬મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આઝાદીના મૂળિયા જેમણે સિંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ- ક્રાંતિકારીઓ અનેક નામી-અનામી શહીદોનું આજના દિવસે સ્મરણ કરીને એમને વંદન કરીએ છીએ. વર્ષોના વર્ષો અવિરત સંઘર્ષમાં અંગ્રેજાેની લાઠીઓ અને ગોળીઓ ખાઈ ખાઈને વિરલાઓએ ફાંસીના તખતા ઉપર ચડીને આ મહામૂલી આઝાદી અપાવી છે. દેશ માટે મરી મિટનારા એ સૌને નમન કરવાનો આ આઝાદી પર્વનો ઉત્સવ છે. કોઈ પણ લોકશાહી, કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ પ્રજાજીવન ક્યારેય કર્તવ્યભાવ વગર આગળ ધપી જ ન શકે. શું આપણને નથી લાગતું? જે મહાપુરુષોએ સ્વરાજ્ય માટે સંઘર્ષ કર્યો, બલિદાન આપ્યા એમના બલિદાનની ગાથાને સુરાજ્યની યાત્રાથી ઊજાગર કરવામાં અત્યાર સુધી કોઈને કોઈ ઉણપ રહી હોય. એટલે જ કહેવાતુ હતું કે “ડાય ફોર ધ નેશન” અને “લીવ ફોર ધ નેશન”. આજે સ્વતંત્ર ભારતનો દરેક નાગરિક આ સ્વાતંત્ર્ય સેનાની અને મહાપુરુષોનો ઋણી છે. જેમણે બધું છોડીને દેશની આઝાદી માટે ભારત માતાના આ મહાન પુત્રો આજે આપણા બધા માટે પ્રેરણારૂપ છે.


મા ભારતીની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર એ વીર શહીદો અને સ્વતંત્ર સેનાનીઓના પરિશ્રમની પરાકાષ્ઠાએ આપણે આજે આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ વર્ષની ઉજવણી કરવા સહભાગી બન્યા છીએ. આ સ્વાતંત્રતા પર્વ, આપણા માટે આઝાદીનો અમૃત મહોત્સવ બનીને રાષ્ટ્રભક્તિથી તરબતર થવાના અવસર તરીકે આવ્યું છે. આજે ભારતનું પોતાનું આગવું સ્થાન છે અને તે સતત નવી ઉપલબ્ધતાને પાર કરી રહ્યું છે. આજે ભારત દરેક ક્ષેત્રે આગળ છે, પરંતુ જ્યારે ભારત ગુલામીની બેડીમાં જકડાયેલું હતું ત્યારે આ દેશને આઝાદ કરવા માટે અનેક પુત્રોએ બલિદાન આપ્યા છે પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ આઝાદીની લડતને જાણતા નથી. તેથી તે તમામ લોકોને આઝાદીના પર્વ દ્વારા આઝાદીનો સાચો અર્થ જણાવવો ખૂબ જ જરૂરી છે.
વર્તમાનમાં સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવવાની વિકાસયાત્રાનું નેતૃત્વ આપણી ગુર્જરભૂમીના સંતાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર કરી રહી છે. આજે વિકાસની રાજનીતિથી સવાસો કરોડ દેશવાસીઓ “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” થકી સુરાજ્યની અનુભૂતિ આપણે સૌ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કાર્યરત વર્તમાન રાજ્ય સરકારની કર્મઠતા તથા ગુજરાતની જનતા જનાર્દનના આશીર્વાદ અને સૌના વિશ્વાસથી છેલ્લા બે દાયકા થી સાતત્યપૂર્ણ અને સ્થિર શાસનથી આપણે વિકાસના નવા બેન્ચમાર્ક સર કર્યા છે. માત્ર સત્તામાં રહેવું કે સરકાર ચલાવવી એવા સીમિત ઉદ્દેશથી નહિ, પરંતુ જન-જનનો વિકાસ દરેકની સુખાકારીની ખેવના માટે આ સરકાર કટીબધ્ધ છે. જેમ સ્વતંત્રતાના આંદોલનમાં ગુજરાતના સપૂત પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જન- જનને જાેડીને એ ચળવળ ને લોક ચળવળ બનાવીને જનશક્તિની તાકાત આપણને બતાવી છે. શિક્ષણ હોય- આરોગ્ય હોય- સામાજિક સમરસતા શાંતિ સલામતી હોય કે પછી કોઈપણ ક્ષેત્ર હોય ગુજરાતે હંમેશા દેશને નવતર રાહ ચીંધ્યો છે.
૭૬ માં સ્વાતંત્ર્ય પર્વે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે, ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ એ રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસની શક્તિ પંચામૃત આધારિત વિકાસની કેડી કંડારી છે. ગુજરાતમાં એમના જ વિકાસપથ પર ચાલીને આપણને એ પંચશક્તિએ નવી દિશા આપી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી અંત્યોદયનો વિકાસ એટલે કે સમાજના છેવાડાની પંક્તિમાં બેઠેલો વ્યક્તિ આ વિકાસના ફળોથી વંચિતના રહી જાય તેની ચિંતા પણ કરી છે.


આઝાદીનો અમૃત મહોત્સવ એ દેશના દરેક નાગરિક માટે ગર્વની વાત છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત દેશની આન-બાન અને શાન સમા આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકના મનમાં રહેલો ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી ‘હર ઘર તિરંગા” અભિયાનનું આહ્વાન કર્યું છે. જેના થકી દેશના દરેક નાગરિકના હૃદય અને દિમાગમાં દેશભક્તિની ભાવનાને ચોક્કસથી ઉચ્ચ સ્તરે લઈ જઇ શકાશે. આ વિશ્વનો પ્રથમ કાર્યક્રમ હશે જેમાં કોઈ રાષ્ટ્રે તેની સ્વતંત્રતા કે અન્ય દિવસની ઉજવણી ખૂબ મોટા જન-ઉત્સાહથી કરી હોય. આવા કાર્યક્રમની સફળતા માત્ર વિચાર કરવાથી મેળવી શકાતી નથી કે માત્ર સરકારના પ્રયત્નથી પણ કરી શકાતી નથી. આપણા સૌના સહીયારા પ્રયાસ થકી આ ઉમદા અભિયાનને ઘર-ઘર સુધી પહોંચાડીને રાષ્ટ્રભાવના જગાડવાનો હેતુ પણ સફળ કર્યો છે. આજે ગાંધીનગરના દરેક ઘર પર ત્રિરંગો ફરકાવી ગાંધીનગરના નગરજનોએ જે પ્રકારે દેશભક્તિ જગાડી છે જેના માટે હું ગાંધીનગરની સમગ્ર પ્રજાનો આભાર માનું છું. આજે દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું જે માટે ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
નિરંતર વિકાસ છેલ્લા બે દાયકાથી ગુજરાતની તાસીર બની ગયો છે. ગુજરાતે દેશને વિકાસની રાજનીતિનો રાહ બતાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઇને વર્તમાન સમય સુધી ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસની ઊંચાઇઓ સર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઊર્જાવાન નેતૃત્વમાં આજે ગુજરાત દરેક ક્ષેત્રમાં વિકાસની બુલંદીઓ ઉપર પહોંચી રહ્યું છે. ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે સ્થિત ગીફ્ટસિટીને વૈશ્વિક આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બનાવવાનું માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન આ વર્ષે પૂર્ણ થયું છે. ગુજરાતમાં પ્રત્યેક ક્ષેત્રે લેવાયેલ પગલાં અને સિધ્ધિઓથી પ્રેરાઈને ગુજરાતને સમગ્ર વિશ્વમાં વિકાસનું મોડેલ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર દ્વારા આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. ગુજરાતના નવા પાટનગર તરીકે ઓગસ્ટ, ૧૯૬૫” ના રોજ ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું અને જનતાની આશા તથા અપેક્ષાના પરિપાક રૂપે વર્ષ ૨૦૧૦માં મહાનગરપાલિકા બની અને લોકશાહી મુલ્યો અને નગરના સર્વાંગી વિકાસનો, સમન્વય સાધી, ગાંધીનગર વિશ્વમંચ પર આજે જાણીતું બન્યું છે. ગાંધીનગર શહેર વાઇબ્રન્ટ ગુજરાત જેવી ગ્લોબલ સમિટનું યજમાન બને છે. અને આ ગાંધીનગર શહેર વિશ્વભરના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને આવકારવાની સાથે અતિથિદેવો ભવઃ ની ભવ્ય પરંપરાને ચરીતાર્થ કરી ધન્ય બન્યું છે. શહેરના પ્રથમ નાગરિક તરીકે, હું તે માટે ગૌરવની લાગણી અનુભવું છું અને સર્વ નાગરિકોને તે માટે અભિનંદન પણ પાઠવું છું.

Related posts

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવૃત્ત સૈનિકોની માંગણીઓ મુદ્દે સમર્થનમાં

saveragujarat

અમેરિકા-કેનેડા બોર્ડર પર માર્યા ગયેલા ૩ ગુજરાતી માણેકપુરાના હોવાનું ખૂલ્યું

saveragujarat

જામનગરમાં મનપાના કમિશનર ની અધ્યક્ષતામાં ટીપીઓ શાખાની ખાસ બેઠક મળી

saveragujarat

Leave a Comment