Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

દુનિયાભરમાં ૧૯ કરોડ લોકો ભૂખમરાથી ઝઝૂમી રહ્યા હોવાનો સંયુક્ત રાષ્ટ્રનો રીપોર્ટ ઃ સૌથી વધુ ભૂખમરો દક્ષિણ આફ્રિકન દેશોમાં

 

નવી દિલ્લીઃ
દુનિયાભરમાં અનેક દેશો એવા છે જ્યાં લોકોને બે ટંકનું ખાવાનું પણ મળતું નથી. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં સામે આવ્યું છે કે દુનિયાભરમાં ભૂખમરાનો સામનો કરનારા લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ રિપોર્ટમાં ૫૨ દેશના લગભગ ૧૯ કરોડ લોકોને વર્ષ ૨૦૨૧માં ખાવાની વસ્તુઓના સંકટનો સામનો કરવો પડ્યો. વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં આ આંકડો ચાર કરોડ સુધી વધી ગયો છે.
આ રિપોર્ટ ખોરાકના સંકટની સામે વૈશ્વિક નેટવર્કે તૈયાર કર્યો છે. ય્દ્‌ગછહ્લઝ્‌ર સંયુક્ત રાષ્ટ્ર, યૂરોપીય સંઘ, સરકારી અને બિન-સરકારી એજન્સીઓનું આંતરરાષ્ટ્રીય ગઠબંધન છે. ય્દ્‌ગછહ્લઝ્‌ર એટલે ગ્લોબલ નેટવર્ક અગેઈન્સ્ટ ફૂડ ક્રાઈસીસ. વર્લ્‌ડ ફૂડ કાર્યક્રમના કાર્યકારી ડાયરેક્ટર ડેવિડ બિજલીએ જણાવ્યું કે અત્યારના સમયમાં ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યામાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. જેના કારણે દુનિયાભરમાં સ્થિતિ હતી તેના કરતાં પણ વધારે ખરાબ થઈ રહી છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ખોરાકના સંકટનો સામનો કરી રહેલા લોકોને જાે સમયસર ખોરાક કે કોઈ માનવીય મદદ પહોંચાડવી હોય તો તે તત્કાલ ઉઠાવવાની જરૂરિયાત છે. ઈમરજન્સીની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કામ કરવાની જગ્યાએ જાે આ સંકટનો જડમૂળથી નાશ કરવામાં આવે તે વધારે મહત્વનું છે. વિશ્લેષકો માને છે કે આજીવિકા ખતમ થવાથી બચાવવા અને ભૂખમરો, ભૂખમરાથી થતા મોતને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. નહીં તો સ્થિતિ વધારે ભયાનક બની શકે છે. આ રિપોર્ટમાં જે દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ઈથોપિયા, દક્ષિણી માડાગાસ્કર, દક્ષિણ સુદાન અને યમનમાં રહેતા ૫.૭ લાખ લોકોને અત્યંત ખરાબ સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે. આ લોકો અત્યંત દયનીય સ્થિતિનો સામનો કરવા માટે મજબૂર છે. કેમ કે અહીંયા સૌથી વધારે ખોરાકનું સંકટ છે. સાથે જ સ્થાનિક સંસાધનો અને ક્ષમતાઓ બહુ જ ઓછી છે.

Related posts

સુરત ,માવતર” લગ્ન સમારોહની દીકરીઓની માતા તેમજ સાસુ અને ગંગા સ્વરૂપ બહેનોને ૬ દિવસના અયોધ્યા પ્રવાસ

saveragujarat

પર્યાપ્ત ફૂડ પ્રોડક્શન છતાં લગભગ ૧૯૦ મિલિયન ભારતીય કુપોષિત છે. સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ

saveragujarat

આજે પૂનમના પવિત્ર દિવસે ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ ના કેબીનેટ મંત્રી અર્જુનસિંહજી ચૌહાણ અને વન અને પર્યાવરણ કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહજી રાણએ સંતોના આશીર્વાદથી કાર્યાલયનો કર્યો મંગલ પ્રારંભ .

Admin

Leave a Comment