Savera Gujarat
Other

બિલ્કિસ બાનુ કેસ : દોષિતોને મુક્ત કરવા સંદર્ભે ગુજરાતને સુપ્રીમની નોટિસ

નવી દિલ્હી, તા.૨૫
બિલ્કિસ બાનો કેસ મામલે દાખલ કરવામાં આવેલી અરજી મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાની પીઠ સામે વકીલ કપિલ સિબ્બલે દલીલો કરી હતી. કોર્ટે ૧૧ દોષિતોને સજામાં છૂટ આપવા મામલે ગુજરાત સરકાર અને કેન્દ્રને નોટિસ પાઠવી છે. આગામી ૨ સપ્તાહ બાદ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડી દેવામાં આવ્યા તેના વિરૂદ્ધમાં દાખલ કરવામાં આવેલી અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે અને ૨ સપ્તાહ બાદ આ અંગે આગળની સુનાવણી હાથ ધરાશે.
બિલ્કિસ બાનોના ગુનેગારોને સજામુક્તિ આપવાના ગુજરાત સરકારના ર્નિણયને પડકારતી જનહિતની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે તૈયારી દાખવી હતી અને આજ રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજી સીપીએમ નેતા સુભાષિની અલી, લેખિકા રેવતી લાલ અને માનવાધિકાર કાર્યકર રૂપ રેખા વર્માએ દાખલ કરી હતી.
અરજીકર્તાઓના કહેવા પ્રમાણે સમગ્ર કેસની તપાસ સીબીઆઈએ કરી હતી માટે ગુજરાત સરકાર દોષિતોને સજામાં છૂટ આપવાનો એકતરફી ર્નિણય ન લઈ શકે. ક્રિમિનલ પ્રોસિજર કોડના સેક્શન ૪૩૫ અંતર્ગત રાજ્ય સરકારે આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ લેવી અનિવાર્ય છે. સીબીઆઈની વિશેષ કોર્ટે ૨૦૦૮માં ૧૩ પૈકીના ૧૧ આરોપીઓને દોષી ઠેરવીને તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. ૨૦૧૭માં બોમ્બે હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો હતો. જાેકે હવે ગુજરાત સરકારે કેદ દરમિયાન આરોપીઓની સારી ચાલ-ચલગતના આધાર પર તેમને સજા માફી આપવાનો ર્નિણય લીધો હતો. તે તમામ દોષિતો બિલ્કિસ બાનો સાથે ગેંગરેપ અને તેના પરિવારના ૭ સદસ્યોની હત્યાના આરોપસર ૧૫ વર્ષથી જેલમાં હતા. બિલ્કિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની તે સમયે તેઓ ગર્ભવતી હતા.

Related posts

ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

saveragujarat

શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ, બાવળામાં શ્રી અબજીબાપા આરતી દિન – ૯પ મી જયંતીની થઈ ઉજવણી તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીનું બહુમાન તેમજ દાનની સરવાણી…

saveragujarat

જામનગરમાં મનપાના કમિશનર ની અધ્યક્ષતામાં ટીપીઓ શાખાની ખાસ બેઠક મળી

saveragujarat

Leave a Comment