Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૫
રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે માવઠું થઈ રહ્યું હતું. પરંતુ હવે તેનાથી રાહત મળવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સતત ચોમાસાની જેમ એક પછી એક વરસાદના રાઉન્ડ થયા બાદ હવે રાહત મળતી દેખાઈ રહી છે. જાેકે, આગામી સમયમાં ફરી એકવાર માવઠું થવાની સંભાવના પણ હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષ વિષમ હવામાનવાળું રહી શકે છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ ૨૪ કલાક સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી હતી, જે બાદ રાજ્યમાં હવામાન સૂકું રહેવાની વકી તેમણે વ્યક્ત કરી હતી. જેમાં આજે તથા આગામી ત્રણ દિવસ સુધી માવઠાની સંભાવના લગભગ નહીવત છે. રાજ્યના તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થશે. રાજ્યમાં માવઠાના વિદાય સાથે તાપમાનમાં વધારો થવાની આગાહી પણ ડૉ. મોહંતી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે વલસાડ ૩૬ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું. મહત્તમ તથા લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે આગામી દિવસોમાં ગરમીનું જાેર વધશે. તારીખ ૨૫, ૨૬, ૨૭ અને ૨૮ દરમિયાન રાજ્યમાં હવામાન સાફ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાદળછાયું વાતાવરણ અને વરસાદના કારણે તાપમાનનો પારો ૪૦ની નજીક પહોંચ્યા બાદ ૩૫ની આસપાસ પહોંચી ગયો હતો. આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૨-૪ ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે. દિવસના તાપમાનમાં વધારો થવાની સાથે રાતના એટલે કે લઘુત્તમ તાપમાનમાં પણ ૨૪ ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ભુજમાં ૧૯ ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય રાજ્યમાં મોટાભાગના શહેરો/વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૨૨-૨૪ની આસપાસ નોંધાયું છે.

Related posts

ઈન્સ્ટન્ટ લોન આપતી ૩૦૦ એપ પર પ્રતિબંધના સંકેત

saveragujarat

ગુજરાત ભરમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે ૧ર થી ૧૪ વર્ષની વયના ર૨ લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬૮૦૬૩ દર્દીઓ નોંધાયા

saveragujarat

Leave a Comment