Savera Gujarat
Other

સુરતમા ભાજપ-આપ નુ શાબ્દીક યુધ્ધનુ રણશીંગુ ફુકાયુ.ભાજપ વાળા રામના નામે રાવણ જેવા કામ કરેછે તમને રસ્તે દોડાવી દોડાવી ને મારીશુ-ધર્મેશ ભંડારી

સવેરા ગુજરાત/સુરત:- ફરી એકવખત સુરતમા ભાજપ અને આપનુ શાબ્દીક પ્રહારો વાળુ કોકડૂં સામે આવ્યું છે. આપના નેતાનું દોડાવી દોડાવીને મારીશુંનું નિવેદન ચર્ચામાં આવતા ગરમાવો ગરમાયો હતો. શાસકપક્ષ અને વિપક્ષી નેતાના ધમકીભર્યા નિવેદનોથી વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો ગઈકાલે (શુક્રવાર) સુરત પાલિકા શાસકપક્ષ નેતા અમિતસિંહ રાજપૂત અને વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી વચ્ચે જાહેરમાં રકઝક થઈ હતી. વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીને જોઇ અમિતસિંહ તેમની સાથે હાથ મેળવવા ગયા હતા. આ સમયે ધર્મેશ ભંડારીએ ઉશ્કેરાઈને કહ્યું કે, તમે ગદ્દારો, રામના નામે રાવણ જેવા કામ કરો છો. તમને રોડ પર દોડાવી દોડાવીને મારીશું. ત્યારે શાસકપક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે વળતો જવાબ આપાતા કહ્યું કે, આ વરાછા નથી, આ બધી ચર્ચા અહીં નહીં, બોર્ડમાં કરવાની હોય. એકબીજા પર આકરા પ્રહારો બાદ માહોલ ગરમાયો છે. આપના 5 કોર્પોરટરો ભાજપમાં ગયા બાદ રાજકારણ ગરમાયું છે.

સુરત મહાપાલિકાની કચેરીએ શુક્રવારે સાંજે લોબીમાં શાસક પક્ષ નેતા અને વિરોધ પક્ષ નેતા વચ્ચે શાબ્દિક તડાફડી થઈ હતી. આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરોએ ભાજપમાં જોડાતા ગિન્નાયેલા વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ શાસક પક્ષ નેતા સાથે હાથ મિલાવવાનો ઈન્કાર કરી દીધો હતો અને શાબ્દિક આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મને અડતા નહીં… તમે રામના નામે રાવણ જેવા કામ કરો છો. તમે ગદ્દાર છો. તેવું કહેતા એકાએક માહોલ ગરમાયો હતો. જવાબમાં શાસક પક્ષ નેતા અમીતસીંગ રાજપૂતે આવું અહીં નહીં બોર્ડમાં સારું લાગે. આ કંઈ વરાછા નથી તેવું રોકડું પરખાવ્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે પાલિકાના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી પાલિકાની મુખ્ય કચેરીએ પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા. તે દરમિયાન શાસક પક્ષ નેતા પણ પત્રકારો પાસે આવી પહોંચ્યા હતા. નજર સામે વિપક્ષી નેતા ભંડેરી ઉભા હોવાથી ચહેરા પર હાસ્યના ભાવ સાથે શાલિનતાથી તેને શેક હેન્ડ કરવા માટે પોતાનો હાથ તેમની તરફ લંબાવ્યો હતો. રાજપૂતે હાથ લંબાવતા જ વિપક્ષી નેતા ભંડેરી જાહેરમાં ભડકી ઉઠ્યા હતા. તમે મને અડતા નહીં, દૂર રહેજો. તમે રામના નામે રાવણ જેવા કામ કરો છો. તમે ગદ્દાર છો. તમને રોડ ઉપર દોડાવી દોડાવીને મારીશું…! તેવું કહેતા જ અચાનક શાંત માહોલ ગરમ થઈ ગયો હતો. જવાબમાં શાસક પક્ષ નેતા અમીતસીંગ રાજપૂતે આવું અહીં નહીં બોર્ડમાં ચાલે, આ કંઈ વરાછા નથી. તેવી હસતા મોઢે ટકોર કરવા સાથે ભંડેરીને જાહેરમાં ટપાર્યા હતા.

રાજપૂતનો જવાબ સાંભળી વિપક્ષી નેતા લોબીમાંથી રવાના થયા હતા. તેમની પાછળ પાછળ શાસક પક્ષ નેતા પણ નીકળ્યા હતા. બન્ને વચ્ચે લોબીમાં આગળ જતા જતા વધુ એકવખત શાબ્દિક અણબન થઈ હતી. આ જોઈ લોબીમાંથી પસાર થનારા સૌ કૌઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

Related posts

સંસદમાં સુપર્ણખા કહેવા બદલ હું મોદી સામે કેસ કરીશ ઃ રેણુકા ચૌધરી

saveragujarat

ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરી

saveragujarat

જામનગર, દ્વારકા, કચ્છમાં સૌથી વધુ સહિત ૧૧૭ તાલુકામાં વરસાદ

saveragujarat

Leave a Comment