Savera Gujarat
Other

જામનગરમા મૈત્રી લેડીઝ કલબ દ્વારા આયુષ્માન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડનો કેમ્પ યોજાયો.

સવેરા ગુજરાત/જામનગર:- જામનગરના વોર્ડ નંબર -૨ માં મૈત્રી લેડીઝ કલબ દ્વારા સતત બીજો આયુષ્માન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં વોર્ડ નંબર -૨ના નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો, અને સેવાકીય સંસ્થાની બહેનો ના માધ્યમ વડે ખૂબ જ સરળતાથી ઇ-શ્રમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ મેળવ્યા હતા.રાજ્ય સરકારની ચાલતી આયુષ્માન કાર્ડ તથા ભારત સરકારની ઇ-શ્રમ કાર્ડ યોજના અંતર્ગત ગઈ કાલે રવિવાર તારીખ ૨૭ ના રોજ વોર્ડ નંબર -૨ માં કે.પી. શાહની વાડીમાં સરસ્વતી સ્કૂલ ખાતે સતત બીજા રવિવારે ભાજપ શહેર સંગઠનના મંત્રી તથા મૈત્રી લેડીઝ ક્લબના પ્રમુખ ભાવિશાબેન ધોળકિયા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પનો પ્રારંભ જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત શહેર ભાજપના અધ્યક્ષ ડૉકટર વિમલભાઈ કગથરા શહેર સંગઠનના મંત્રી દિલીપ સિંહ કંચવા, વોર્ડ નંબર -૨ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, વોર્ડના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, વોર્ડ ના મહામંત્રી સી.એમ. જાડેજા, હિતેશભાઈ વસાણી તથા વોર્ડના હોદ્દેદારો, વોર્ડ નંબર -૩ ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, પૂજાબેન તથા અન્ય હોદ્દેદારોની હાજરીમાં કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત વોર્ડ નંબર -૪ ના કોર્પોરેટર જડીબેન સરવૈયા,વોર્ડ પ્રમુખ વિજયસિંહ ગોહિલ, તેમજ વોર્ડના મહિલા મોરચાની ટીમ, વોર્ડ નંબર -૧૫ ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા સહિતના અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.


આ કેમ્પનો સ્થાનિક વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે મૈત્રી લેડીઝ ક્લબના ધર્મિષ્ઠા બેન ભટ્ટી, હંસાબેન દવે, ગીતાબેન સોલંકી, પ્રિયાબેન પરમાર, તથા દવે ભાઈ, ભાવેશભાઈ સોની, અમરદીપ દવે, વિમલભાઈ રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.


Related posts

આગામી ૫ વર્ષ છોતરા કાઢી નાંખે તેવી ગરમી પડશે

saveragujarat

ભૂમંડળ સ્થિત તીર્થત્તોમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય પરંપરાના પ્રથમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૨ મી પ્રાગટ્ય જયંતીની ઉલ્લાસભેર ઉજવણી

saveragujarat

વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસ પર નવા ભારતમાં મહિલા શક્તિના પરચમની કરી વાત

saveragujarat

Leave a Comment