Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે 75માં સ્વતંત્રતા દિન નિમિતે

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૫
ધ્વજ વંદન તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..
-15 ઓગસ્ટ 2022ના રોજ 75માં સ્વતંત્રતા દિવસના શુભ પર્વ પર ધ્વજ વંદન કાર્યક્રમ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.સવારે 9:00 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના પદાધિકારીઓ,કાર્યકર્તાઓ,તથા ઉપસ્થિત જાહેર જનતાની હાજરીમાં પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  જીગરકુમાર કોઠીયાજીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.અને ઉપસ્થિત સર્વેએ આપણી આન, બાન, શાન એવા તિરંગાને સલામી આપી હતી.ધ્વજવંદન કાર્યક્રમ બાદ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના

ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે અમદાવાદ જિલ્લા પ્રમુખ રાજેશ શર્માની અધ્યક્ષતામાં , અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ ,પદાધિકારીઓ સહીત,અનેક જાગૃત નાગરિકોએ મહામૂલી જિંદગીઓ બચાવવાના આ મહાદાન એવા રક્તદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ રક્તદાન કર્યું.રેડક્રોસ સોસાયટીના સદસ્યો તરફ થી આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં સારો એવો સહકાર મળ્યો.આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ   જીગરકુમાર કોઠીયાએ સમગ્ર કાર્યક્રમને સંબોધિત કરતા સર્વે દેશ વાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી તથા આ

પર્વ નિમિતે મહામૂલી ઝીંદગીઓ બચાવવાના હેતુ રક્તદાન કરવા આહવાન કર્યું, આ સમગ્ર કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જીગરકુમાર કોઠીયા,ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ  સચિનકુમાર દરજી,ગુજરાત પ્રદેશ યુવા સંગઠન અધ્યક્ષ  સંજયકુમાર ગજેરા,અમદાવાદ જિલ્લા પ્રમુખ રાજેશ શર્મા,અમદાવાદ જિલ્લા મંત્રી રાધનાસિંહ ,પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડુંગળીમાં ભાવો ઉછળતા સરકાર એકશન મોડમાં

saveragujarat

ફ્રાન્સની કંપનીએ અદાણી સાથે રોકાણની યોજના અટકાવી

saveragujarat

શેરબજારમાં મંદીનો આંચકો : સેન્સેકસ 400 પોઇન્ટ તૂટયો

saveragujarat

Leave a Comment