Savera Gujarat
Other

શેરબજારમાં મંદીનો આંચકો : સેન્સેકસ 400 પોઇન્ટ તૂટયો

સવેરા ગુજરાત/રાજકોટ, તા.27
મુંબઇ શેરબજારમાં તોફાની વધઘટનો તબકકો યથાવત હોય તેમ ગઇકાલની તેજી બાદ આજે ફરી મંદીનો આંચકો અનુભવાયો હતો. સેન્સેકસ એક તબકકે 7પ0 પોઇન્ટથી પણ અધિક ધસી પડયા બાદ આંશિક રીકવર થયો હતો અને 400 પોઇન્ટનો ઘટાડો સૂચવતો હતો.શેરબજારમાં વિશ્વ સ્તરે ગાબડા પડતા ભારતીય માર્કેટ પણ ધસી પડયું હતું. શરૂઆત જ ગેપડાઉન હતી. કોઇ પોઝીટીવ કારણો ન હોવાથી માનસ નબળુ જ બની રહ્યું હતું. કોર્પોરેટ પરિણામો અપેક્ષીત આવતા ન હોવાથી સાવચેતી રાખવામાં આવતી હતી. મોંઘવારીના કારણે વ્યાજદર વધવાના સંકેતો તથા ચીનમાં કોરોનાના કહેરથી સપ્લાય ચેઇન પર દબાણ આવવાની આશંકાનો પ્રત્યાઘાત હતો. વિદેશી નાણા સંસ્થાઓની એકધારી વેચવાલીની પણ વિપરીત અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ અનિશ્ર્ચિત દૌરમાંથી પસાર થઇ રહ્યું છે.

યુધ્ધ, કોરોના, અર્થતંત્ર સહિતના કારણો સતત પ્રભાવ પાડી રહ્યા છે.ટુંકાગાળામાં એક તરફી ટ્રેન્ડ રહેવાની શકયતાઓ ઓછી છે. શેરબજારમાં આજે સનફાર્મા, ટાઇટન, અલ્ટા ટ્રેક, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સ સર્વિસ, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, મારૂતિ, નેસલે, સ્ટેટ બેંક વગેરેમાં ઘટાડો હતો. ફયુચર ગ્રુપના શેરો પણ સતત તૂટયા હતા. ટીસ્કો, ટીસીએસ, રિલાયન્સ, હિરો મોટો ઉંચકાયા હતા. અદાણી વિલ્મરમાં સતત તેજીની સર્કિટ હતી. મુંબઇ શેરબજારનો સેન્સેસ 410 પોઇન્ટ ઘટીને 56946 હતો જે ઉંચામાં 57079 તથા નીચામાં 56584 હતો. નિફટી 130 પોઇન્ટ ઘટીને 17071 હતો જે ઉંચામાં 17110 તથા નીચામાં 16958 હતો.

Related posts

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વોર્ડમાં બનાવેલા પાર્ટી પ્લોટનું અહિલ્યાબાઈ હોલકર ઓપન પાર્ટી પ્લોટ નામાભિધાન કરાયું

saveragujarat

ગુજરાતના 4 પોલીસ કર્મીઓનુ રાજસ્થાન કાર અકસ્માતમા મોત,હવાઈ માર્ગે પાર્થિવ દેહ ગુજરાત પહોચાડાશે CM એ આપ્યા આદેશ.

saveragujarat

રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે Pushpa ની માતા

saveragujarat

Leave a Comment