Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પહેલી વખત બીએસએફના જવાનોએ પોતાના પરિવારજનો અને સામાન્ય નાગરિકો સાથે અવિસ્મરણીય રીતે ઉજવણી કરી

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૫

દેશના જવાનોના હસ્તે ભાખરી પિઝા જેવી સ્વદેશી વાનગીનો ઇન્ડોલિયનમાં શુભારંભ કરાવતા BSF જવાન

દેશભરમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ બધાથી તદ્દન અલગ રીતે અમદાવાદમાં BSF ના જવાનો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. રજાઓના દિવસોમાં દેશવાસીઓ પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા અને રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે ત્યારે બોર્ડર પર રહીને દેશની સેવા કરતા આ જવાનો પોતાના પરિવારજનો સાથે આ પ્રકારનો સમય ગાળવાનો ચાન્સ મળતો નથી એટલા માટે જ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ઈન્ડોલિયન ગ્રુપ દ્વારા BSF ના જવાનો અને તેમનો પરિવાર સાથે રહીને રેસ્ટોરન્ટમાં જઈ શકે અને ખરા અર્થમાં નાચતા કુદતા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી શકે તે માટે અલાયદું આયોજન અમદાવાદના સિંધુભવન રોડ પર જોવા મળ્યું.

સ્વતંત્રતા દિવસની ઉજવણી BSF ના જવાનો તેમના પરિવારજનો સાથે એક સાથે દેશભક્તિ ના ગીતો ના તાલે નાચી ને, ગીતો ગાઈ ને, ભારત માતાકી જય ના જય ઘોષ સાથે, ઉજવણી કરતા જોવા મળ્યા. BSF ના કમાન્ડર દેબાસીસ સાહુ એ જણાવ્યું હતું કે BSF ના જવાનો માટે આ પ્રકારનું આયોજન રેસ્ટોરેન્ટમાં તેમના પરિવારજનો સાથે સૌ પ્રથમ વખત થયું છે. જેમાં નાગરિકો સાથે જવાનો પણ હળી મળીને નાચતા કુદતા જોવા મળ્યા જે જોઈને કોઈપણ ભારતીય સેનાના જવાન માટે પણ આ ઘડી અવિસ્મરણીય બની રહેશે. જે માટે બીએસએફ તરફથી ઈન્ડોલિયન ગ્રુપ નો કમાન્ડર દ્વારા આભાર માનવામાં આવ્યો. સ્વતંત્રતાના આ પર્વ નિમિત્તે BSF ના કમાન્ડર દેબાસીસ બાસુ ના હસ્તે ઇન્ડોલિયન પિઝેરિયા માં સ્વદેશી ભાખરી પીઝાની પણ શરૂઆત કરવામાં આવી

સામાન્ય નાગરિકો તેમજ BSF ના જવાનો તેમના પરિવારજનો સાથે નાચતા કુદતા ઢોલ નગારા ના તાલે ઝૂમતા જોવા મળ્યા.. BSF જવાનો સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા અને તેમની સાથે ગુજરાતી અને સ્વદેશી વાનગીઓની લિજ્જત પણ માણી હતી. સિવિલિયન્સ અને બીએસએફના જવાનો ના ચહેરાની ખુશી જ એ દર્શાવી રહી હતી કે ખરા અર્થમાં આઝાદી નો અમૃતસર ઉજવાઈ રહ્યો છે

BSF ના જવાનોના દેશભક્તિની સીધી વાતચીત અને પર્ફોમન્સ બાદ સ્વદેશી પીઝા-પાસ્તા અને ભારતીય વાનગીઓ ખવડાવીને અલગ જ અંદાજમાં સ્વતંત્રતાના મહાપર્વની ઉજવણી કરાઈ. અનોખી રીતે BSF ના જવાનો અને તેમના પરિવારજનો સાથે ઉજવણી નું આયોજન સિંધુભવન રોડ પર ઇન્ડોલિયન પિઝેરિયા માં કરવા માં આવ્યું છે.

ખાણીપીણી બજારમાં રેસ્ટોરન્ટ ક્ષેત્રે ઇન્ટરનેશનલ કંપનીઓ ને ટક્કર આપવા માટે ઇન્ડિયન અને લાયન ના નામ ને જોડીને ભારતીય કંપની ઇન્ડોલિયન પિઝેરિયા રેસ્ટોરન્ટ ક્ષેત્રે ભારતમાં મેદાનમાં ઊતરી છે
ઇન્ડોલિયન ભારતીય વાનગીનો સ્વાદ પીરસીને સંસ્કારો અને સંસ્કૃતિ સાથે જોડવા નો પ્રયાસ કરી રહી છે. ત્યારે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે આઝાદીના અમૂલ્ય અવસરે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના ઇન્ડોલિયન પિઝેરિયા દ્વારા દેશના જવાનોને વંદન કરતા 100 જેટલા જવાનો અને BSF ના ઉપરી અધિકારીઓ ને તેમના પરિવારજનો સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સામેલ થયા. ભારતીયો માટે, ભારતીય થકી અને ભારતીયો દ્વારા ચાલતી ઇન્ડોલિયન પિઝેરિયા માં ભારતીયતાને સલામ કરીને, ભાખરી પિઝા જેવા અનેક નવા કન્સેપ્ટને સ્વદેશી સ્વાદની અનોખી પહેલને BSF જવાનોએ પ્રોત્સાહન આપ્યું

Related posts

રાજ્યભરમાં આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત, જાણો વિગત

saveragujarat

વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા વિસ્તારમાં સંગઠન સર્વોપરીના વિવાદાસ્પદ લાગેલા બોર્ડથી કૌતુક સર્જાયું

saveragujarat

અમદાવાદ ખાતે એચપીસીએલ દ્વારા પાવર 99 રિફ્યુઅલ કરવા માટે પીટસ્ટોનું આયોજન કરાયું.

saveragujarat

Leave a Comment