Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રંગારંગ ઉજવણી

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૫
૧૫ મી ઓગસ્ટે હોસ્પિટલના ૧૫ આરોગ્યકર્મીઓનું બહુમાન કર્યું

આઝાદીના અમૃત કાળની ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં ૨૦૦ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઝાદી કા અમૃત કાળમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના અસ્મિતા ભવન ખાતે રંગારંગ ઉજવણી કરીને સમગ્ર કેમ્પસને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતુ.
૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ૧૫ આરોગ્યકર્મીઓનું વિશિષ્ટ કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું હતુ.
આઝાદી કા અમૃત કાળમાં પ્રકૃતિના જતન માટે સંકલ્પ બધ્ધ થયેલા તબીબો દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ૨૦૦ છોડનું વૃક્ષારોપણ કરીને તેના જતન માટે સંકલ્પબધ્ધતા દાખવવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, યુ.એન. મહેતા ડાયરેક્ટર ડૉ. આર.કે.પટેલ, બી.જે.મેડિકલ ડિન ડૉ. કલ્પેશ શાહ, જી.સી.આર.આઇ. ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, કિડની ઇન્સ્ટીટ્યુટ ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા, મેડિસીટી ડાયરેક્ટર ડૉ. જયેશ સચદે સહિતના ઉચ્ચ તબીબો આ ઉજવણીમાં જોડાયા હતા.

Related posts

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

saveragujarat

જેટલું કાદવ ઉછાળશો, કમળ તેટલું વધુ ખિલશે :મોદી

saveragujarat

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની તસ્વીરો સામે આવી

saveragujarat

Leave a Comment