Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

ગાંધીનગર સચિવાલયના સરદાર સરોવર નિગમની જમીન શાખામાં ખેડૂતોને બાકી વળતર ન મળતાં કોમ્પ્યુટરની સામગ્રી ઉઠાવી ગયા

 

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૦૮
ગાંધીનગર સચિવાલય ખાતે આજે કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા નર્મદા નિગમની જમીન શાખાનો સામાન ઉઠાવીને લઇ જતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જાેકે, આ મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમને અમારું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.
ગાંધીનગર સચિવાલય ખાતે સરદાર સરોવર નિગમની જમીન શાખામાં વડોદરાના અભોળ ગામના કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા જમીન શાખાનો સામાન જેવો કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ખુરશી સહિતનો સામાન ઉઠાવીને લઇ જતા હતા. જે જાેઈ શાખાના કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. પરંતુ બાદમાં તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, આ મામલે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે તેઓ આ સમાન કેમ લઇ જઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમને અમારું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે. ત્યારે આ મામલે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમને અમારું વળતર મળ્યું નથી. વર્ષ ૧૯૮૬ થી ૨૨૫ રૂપિયા અમારું વળતર ચૂકવવાનું બાકી છે. અમે બે વખત વોરંટ લઇને આવ્યા પરંતુ નર્મદા નિગમે અમે અમારું વળતર ચૂકવ્યું જ નહીં. તેથી અમે ફરી આવ્યા અને અમારા બાકી વળતરના બદલામાં ઓફિસનો સામાન લઇ જઈ રહ્યા છીએ. જાેકે, આ મામલે ખેડૂતોના વકીલે જણાવ્યું હતું કે, ૧૯૮૮ માં વડોદરાના અભોળ ગામની જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે જમીનનું વળતર પ્રતિ વારે આપવા નક્કી કરાયું હતું. હાઈકોર્ટે ૧૬૨૫ રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. પરંતુ સંપાદન ખાતાએ ૧૪૦૦ રૂપિયા ચૂકવ્યા હતા અને ૨૨૫ રૂપિયા આપ્યા ન હતા તેથી કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

Related posts

બનાસકાંઠાના કાણોદર ખાતે ‘શ્રીમુલ ડેરી’ અને ‘નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સ’માં રેડ કરી અખાદ્ય જથ્થો જપ્ત કરાયો

saveragujarat

વ્યાજખોર દંપતીએ ૧૦ના બદલે ૧૮ લાખ માગી ધમકી આપી

saveragujarat

દેલોલ ગામમાં ૧૭ લોકોની હત્યાના ૨૨ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

saveragujarat

Leave a Comment