Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પુરવઠા વિભાગે ટેન્ડર શરતો બદલાવી નાખતા હાઈકોર્ટનો સ્ટે

સવેરા ગુજરાત,અમદાવાદ તા.૩૦
માનીતાઓને લાભ ખટાવવા માટે સરકારી ટેન્ડરોની શરતોમાં અમુક જાેગવાઈઓ ઉમેરી દેવાતી હોવાના વખતોવખત થતા આક્ષેપો વચ્ચે હવે તુવેરદાળની ખરીદીના ટેન્ડરમાં આવું કૃત્ય કરાયાના આક્ષેપ સાથે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને અદાલતે ૩૦ ઓગષ્ટ સુધી ટેન્ડર ફાળવણી નહીં કરવાનો વચગાળાનો હુકમ ફરમાવ્યો છે.
ગુજરાત પુરવઠા વિભાગે તુવેરદાળની ખરીદી માટે બહાર પાડેલા ટેન્ડરની શરતોને બે કંપનીઓ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજીમાં એવી ચોંકાવનારી રજુઆત કરવામાં આવી છે કે ટેન્ડરની શરતો અન્યાયી, ભેદભાવપૂર્ણ અને પબ્લીકના નાણાંનો વ્યાપ કરનારી છે. આ શરતોને લીધે સરકારને ૭૦ લાખની તુવેરદાળ ૧૧ કરોડમાં પડશે.
અરજીમાં દર્શાવાયા પ્રમાણે નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન દ્વારા તુવેરદાળનો કોન્ટ્રાકટ આપવા ટેન્ડર બહાર પાડયુ હતું. ગુજરાત સહિતના રાજયોએ ટેન્ડર ભર્યા હતા. ગુજરાતના પુરવઠા વિભાગે એવી શરત મુકી હતી કે જે તુવેરદાળ મીલ પાસે પોતાની માલીકીની મીલ હોય તેને જ કોન્ટ્રાકટ આપી શકાશે. ભાડા પર ચાલતી મીલોને કોન્ટ્રાકટ નહીં મળી શકે. આ શરતને કારણે દેખીતી રીતે માલીકીની મીલ ધરાવનારાની મોનોપોલી સર્જાશે. અરજદારે એવો દાવો કર્યો છે કે નવેમ્બર ૨૦૨૦માં તમામને ટેન્ડર ભરવાની છૂટ્ટ હતી અને ત્યારે ૧૦૦ થી ૯૦૦નો ભાવ મુકાયો હતો. હવે આ વખતે સ્પર્ધા ઘટાડવા માટે શરતો બદલવામાં આવી છે અને ભાવ વધારીને ૪૪૦૦ થી ૪૬૦૦નો કહી દેવાયો છે. જેને પગલે સરકારને ૭૦ લાખની તુવેરદાળના ૧૧ કરોડ ચુકવવા પડશે. હાઈકોર્ટે આ કેસમાં ૩૦મી ઓગષ્ટ સુધીનો સ્ટે ફરમાવ્યો છે અને કોન્ટ્રાકટ નહીં આપવાનો આદેશ કર્યો છે.

Related posts

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરાયો

saveragujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 માટે SSSY ચાલુ રાખવાની મંજૂરી આપી

saveragujarat

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓ ઘટી અને બજેટ વધ્યું

saveragujarat

Leave a Comment