Savera Gujarat
Other

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 માટે SSSY ચાલુ રાખવાની મંજૂરી આપી

 

SSSY ચાલુ રાખવા માટેની દરખાસ્ત કેન્દ્રીય ગૃહમંત્રી,  અમિત શાહ હેઠળના ગૃહ મંત્રાલય તરફથી પ્રાપ્ત થઈ હતી અને આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષ દરમિયાન સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનોને યાદ કરવા અને તેમની પાસેથી પ્રેરણા લેવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે

 

સવેરા ગુજરાત/નવી દિલ્હી:-  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના (SSSY) અને તેના ઘટકોને નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 માટે 31.03.2021 પછી ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેનો કુલ  નાણાકીય ખર્ચ રૂ. 3,274.87 કરોડ છે. SSSY ચાલુ રાખવા માટેની દરખાસ્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હેઠળના ગૃહ મંત્રાલય તરફથી પ્રાપ્ત થઈ હતી. આ નિર્ણય આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ રાખવા અને તેમની પાસેથી પ્રેરણા લેવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કુલ નાણાકીય ખર્ચ રૂ. 3,274.87 કરોડ છે

પૃષ્ઠભૂમિ

સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના પાત્ર આશ્રિતોને સ્વતંત્રતા સૈનિક સન્માન પેન્શન મંજૂર કરવામાં આવ્યું છે અને હાલમાં આ યોજના હેઠળ સમગ્ર દેશમાં 23,566 લાભાર્થીઓ આવરી લેવામાં આવ્યા છે. પેન્શનની રકમમાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે અને 15.08.2016 થી મોંઘવારી રાહત પણ આપવામાં આવે છે.

Related posts

પુત્રી સાથે નીકળેલી મહિલાનુ પતંગની દોરીથી ગળુ કપાયું, માસુમ દીકરીના આક્રંદે લોકોની આંખ ભીની કરી

saveragujarat

લાલ દરવાજા ખાતે બનેલ AMTS બસ સ્ટેશનનું મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ

saveragujarat

ગુજરાતના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત થશે

saveragujarat

Leave a Comment