Savera Gujarat
Other

નશાબંદી અને આવકારી વિભાગ માં કર્મચારીઓ નથી ???

સવેરા ગુજરાત ગાંધીનગર તા.૨૯
સરકાર ના નસાબંદી ને આબકારી ખાતા દ્વારા ઈથેલોન અને મિથેલોન ની ખરીદ વેચાણ અંગે ની મંજુરી આપવામાં આવે છે જેમાં ઇથેલોન નો મુખ્ય વપરાશ શાળા કોલેજ ની પ્રયોગશાળા માં દવા બનાવતી કંપની દ્વારા કરવામાં આવતો હોય છે જેના પર નસાબંદી અને આબકારી ખાતા નો હેરફેર માં અંકુશ રહ્યો છે કારણકે તે આલ્કોહોલ હોય છે આ એક સંપૂર્ણ આલ્કોહોલ હોઈ જેનું સેવન કરવાથી માનવ શરીર ને કોઈ આડઅસર થતી નથી તેમ છતાં તેના પર સરકાર દ્વારા સંપૂર્ણ અંકુશ રાખવા માં આવેલ છે આજ દિવસ સુધી આના કારણે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી આતો થઈ ઈથેલોન ની વાત.હવે મીથેલોન ની વાત જેનો ઉપયોગ મુખ્યતવે ઉપયોગ કેમિકલ ફેક્ટરી દવા બનાવતી કંપની લેમીનેટેડ પ્લાયવુડ ફેકટરીમાં માં મોટા પ્રમાણ માં થતો હોઈ છે આલ્કોહોલ કરતા આ મિથે લોન સોલ્વવાંટ ખુબજ સસ્તું હોવા થી તેનો મોટા પ્રમાણ માં ઉપયોગ કરવા માં આવે છે આના પણ ખરીદ વેચાણ ના પરવાના નસાબંદી ને આબકારી ખાતા દ્વારા આપવા માં આવે છે પરંતુ તેના હેરફેર કે પરિવહન પર ખાતા નો કોઈ અંકુશ નથી રહેતો આ ખુબજ ગંભીર બાબત છે અને ખાતા ને સમયાંતરે આ પરવાના ની ચકાસણી કરવાની સત્તા છે અને સંપૂર્ણ મિથેલોન એ સરકાર દ્વારા પરવાના થી સંપૂર્ણ પણે મુક્ત છે મીથેલોન એક પ્રકાર નું ઝેર છે છતાં પણ તે સરકાર ના અંકુશ મુક્ત છે જે ઘણી હાસ્યાસ્પદ બાબત છે
મહત્વની વાત તો એ છે કે હાલ માં નસાબંધી ને આબકારી વિભાગ માં ૬૦ % થી વધુ જગ્યા ખાલી છે.દરેક ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર ને ૩ થી ૪ જગ્યા નો ચાર્જ આપવામાં આવેલ છે આને જરૂરી સુવિધા નો પણ અભાવ હોય કાર્ય કરવામાં બહુ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે જેથી કરી ને આટલા બધા પરવાના ની ચકાસણી કરવાની મુશ્કેલ બની જાય છે.ઉલેખાનીય બાબત એ છે કે ૨૦૦૩ માં સરકાર ને મિથલોન ની હેરફેર પર અંકુશ લાદવા ની ભલામણ કરવામાં આવેલ છે.તેમ છતાં સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી મીથેલોન ને અંકુશ મુક્ત રાખવા માં આવેલ છે મિથેલોન એક પ્રકાર નું ઝેર છે જેની સંપૂર્ણ જાણકારી વપરાશ કરનાર ને હોય છે તેમ છતાં આ નો ઉપયોગ આલ્કોહોલ તરીકે થઈ ને આવી દર્દનાક ઘટના ને અંજામ આપ્યો ૨૦૦૯ માં પણ અમદાવાદ માં આવી દર્દનાક ઘટના બની હતી તેમાં પણ ૧૫૫ લોકો ના આવા ઝેરી પીણા ના કારણે દર્દનાક અવસાન પામ્યા હતા તેના પર થી પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની શીખ ના લીધી ને મીથેલોન ને ના હેરફેર પર કોઈ અંકુશ અંગે વિચારણા કરવામાં આવી નથી.

Related posts

સાળંગપુર હનુમાનને ભક્તો સ્વહસ્તે લખેલી હનુમાન ચાલીસા અર્પણ કરી શકશે

saveragujarat

જયશંકર આઝાદ ભારતના સૌથી નિષ્ફળ વિદેશ મંત્રીઃસુપ્રિયા શ્રીનેત

saveragujarat

સુરતમાં ૨૪ કલાકમાં ૨ યુવકના રહસ્યમય મોત, ૧ રેલવે સ્ટેશન પર તો બીજાે બ્રિજ પર ઢળી પડ્યો

saveragujarat

Leave a Comment