Savera Gujarat
Other

ગુજરાતના 12 IPS-SPS અધિકારીની બદલી

સવેરા ગુજરાત  ગાંધીનગર તા.૦૨  list : IPS transfer order 02.11.2022

ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતના 12 આઇપીએસ અને એસપીએસ અધિકારીની બદલી કરાઇ છે. ગાંધીનગર ‘કરાઈ’ પોલીસ એકેડમિના એન.એન. ચૌધરી અને અમદાવાદ સિટી AdCP ટ્રાફિક એ.જી. ચૌહાણની અરસપરસ બદલી.સુરત ઝોન 1 ડીસીપી આર.ટી. સુસરાને એસપી મરીન ટાસ્ક ફોર્સ હજીરા અને તેમના સ્થાને અમદાવાદ ટ્રાફિક (એડમીન) ડીસીપી ભક્તિ ઠાકરને મુકાયા.સુરત ઝોન 3 ડીસીપી ઉષા રાડાની સુરત વાવ એસઆરપીમાં બદલી કરી તેમના સ્થાને મરીન ટાસ્ક ફોર્સના એસપી પીનકીન પરમારને મુકાયા.અમદાવાદ ઝોન 4 ડીસીપી મુકેશકુમાર એન. પટેલને સીઆઇડીના એસપી અને તેમના સ્થાને અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરના ડીસીપી કરણ દેસાઈને મુકાયા.વડોદરા જેલના સુપ્રિન્ટનડેન્ટ બળદેવસિંહ વાઘેલાને અમદાવાદ સિટી ડીસીપી ટ્રાફિક(એડમીન)ની જવાબદારી સોંપાઈ છે.વાવ એસઆરપી જૂથના કમાન્ડન્ટ હેતલ પટેલને સુરત સિટી સ્પેશ્યલ બ્રાન્ચ ડીસીપી તરીકે બદલી થઈ છે
અમદાવાદ સિટી કન્ટ્રોલ રૂમ ડીસીપી હર્ષદકુમાર પટેલ ગાંધીનગર એસપી(એમ.ટી.) અને તેમના સ્થાને નડિયાદ એસઆરપીના કોમલ વ્યાસને મુકાયા છે.

Related posts

પીએમ મોદી ૧ જુલાઇ એ દેશના ૧૭ રાજ્યોમાં એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો પ્રારંભ કરાવશે

saveragujarat

મંદિરમાં દર્શન કરવા પર અનુસૂચિત જાતિના લોકો પર હુમલો

saveragujarat

મોદી વિકાસની વણથંભી યાત્રા ગુજરાતને આપતા ગયા :અમિત શાહ

saveragujarat

Leave a Comment