Savera Gujarat
Other

ગાંધીનગરની દીકરી ખુશીએ મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાત અને બ્રહ્મસમાજનો રંગ રાખ્યો

સવેરા ગુજરાત/ગાંધીનગર તા.૦૫:  એમ. બી. પટેલ ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ, સેક્ટર 23 દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધા માંથી ગાંધીનગરની ધોરણ 8 માં અભ્યાસ કરતી કુમારી ખુશી દિપકકુમાર વ્યાસે મહેંદી સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગુજરાત તેમજ બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે.

મળતી માહિતી મુજબ ગુજરાતની દીકરી ખુશી વ્યાસ અવારનવાર વિવિધ સ્પર્ધામાં ભાગ લેતી આવી છે અને ખુબ સારા ઇનામો, સર્ટિફિકેટ, પ્રોત્સાહન પ્રાપ્ત કરી રહેલ છે. ભણતર ની સાથે ઈતર પ્રવૃત્તિમાં પણ તે પોતાનું અને શાળાનું નામ રોશન કરી રહી છે અને આવનાર સમયમાં પણ તે વધુ આગળ વધી ગુજરાત અને બ્રહ્મ સમાજનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન.

Related posts

હવામાન વિભાગે ૨૫ રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી

saveragujarat

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્ટીનની ગંભીર બેદરકારી

saveragujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા (હરણી રોડ સ્થિત)માં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી….

saveragujarat

Leave a Comment