Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં ડબલ ડિઝીટમાં સીટો મેળવે તો પણ ઘણું : સંબિત પાત્રા

સવેરા ગુજરાત અમદાવાદ તા.24

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા   સંબિત પાત્રાએ પ્રેસ વાર્તાને સંબોધન કર્યું હતું. હું છેલ્લા થોડા સમયથી ગુજરાતના પ્રવાસે આવ્યો છું અને જુદી જુદી જગ્યા પ્રેસ કોન્ફરન્સ કરવાનો અવસર મળ્યો છે અને આજે અમદાવાદ ખાતે આપ સૌની વચ્ચે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છે.
આજે ગુજરાતની ધરતી ઉપર અમદાવાદ શહેરમાં વિકાસ ગાથા માટે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. ગુજરાતના સપૂત અને દેશના યશસ્વી વડાપ્રધાન એ સાબરમતી નદી અને આ નદી ઉપર બનાવવામાં આવેલ રીવરફ્રન્ટ જોઇને તેમની મહેનત અને તેમની વિકાસયાત્રાના દર્શન કરવાનો અવસર મેળવી ધન્યતા અનુભવું છે. ગુજરાતના મોઢેરા શહેરમાં બનાવવામાં આવેલ સૌર ઉર્જાના પ્લાન્ટની સમગ્ર વિશ્વમાં ચર્ચા કરવામાં આવે છે અને  નરેન્દ્રભાઇ મોદી  ખુદ મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્રભાઇ મોદી   દેશના પી. એમ. છે અને પી. એમ. નો સાચો અર્થ પી ફોર પરસેવો અને એમ ફોર મહેનત બતાવીને ચરિતાર્થ કરી બતાવ્યો છે. દેશના યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી   દેશના હિર્તાર્થે અને દેશની જનતાના હિતાર્થે ૨૪ કલાક કાર્યરત રહે છે.
ગુજરાત રાજ્યમાં આગામી તા. ૧લી ડિસેમ્બર અને તા. ૫મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં કોઇ શંકા નથી કે ગુજરાતની જનતા વિકાસની રાજનીતિને ધ્યાને લઇ મતદાન કરશે સૌથી વધુ કમળ સૌથી વધુ લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલવાના છે. ગુજરાતની ચૂંટણી ભાજપા અને કોંગ્રેસ વચ્ચે યોજાઇ રહી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી  છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતની જનતાએ આશિર્વાદ આપ્યાં છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે નથી મહેનત કે નથી પરસેવો. કોંગ્રેસના કોઇ લીડર ચૂંટણી પ્રચારમાં આવ્યાં નથી અને એટલે જ સાબિત થાય છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હાર ભાળી ગઇ છે અને તેમને પણ ખબર છે આ વખતની ચૂંટણીમાં તેમને ડબલ ડિઝીટમાં સીટો મળે તો પણ ઘણું છે. ગુજરાતના સપૂત આજે વિશ્વ કક્ષાએ સ્થાપિત થઇ ગયા છે અને વિશ્વના તમામ રાષ્ટ્રો તેમનું નેતૃત્વ સ્વિકારવા તૈયાર છે અને એટલે તેઓ માત્ર ગુજરાત કે ભારત દેશના નેતા નહીં પરંતુ સમગ્ર વિશ્વના નેતા સાબિત થયાં છે.
સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવાર થી ન્યુઝ ચેનલોમાં પી.ઓે.કે. વિશે ચર્ચા ચાલે છે. કોંગ્રેસે ક્યારેય દેશના જવાનો ઉપર વિશ્વાસ નથી કર્યો. દેશના જવાનોએ પોતાની જાતની ચિંતા કર્યા વગર સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારે આ જ કોંગ્રેસે સાબીતી માંગી હતી. જે લોકો ભારત વિશે ઝહેર ઓકે છે ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીના છે તેવું જનતા પણ જાણે છે. જ્યાં કોંગ્રેસ ત્યાં ભ્રષ્ટૃાચાર અને જ્યાં વિકાસ ત્યાં ભાજપા. આજે સુરતમાં થયેલ રૂ. ૭૫ લાખના કૌભાંડમાં સંડોવાયેલ બી. એમ. સંદિપ અને  ઉદય ગુર્જર કે જેઓ રાહુલ ગાંધીના અને  અશોક ગેહલોતના અત્યંત નજીકના માણસો ગણવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ કેટલી બોખલાઇ છે તેનો અંદાજ રાજ્યની જનતા જાણી ચૂકી છે.
સંબિત પાત્રાજી એ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો નથી એટલા માટે જ નરેન્દ્રભાઇ મોદી નમન કરવાનું મન થાય છે. કોંગ્રેસ પાર્ટી આ લોકતંત્રના મહાપર્વમાં સૌથી ઓછી સીટો મેળવવાનો રેકોર્ડ બનાવવા જઇ રહી છે. ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી વતી ૧૦૦ ટકા વિકાસ અને ૧૦૦ ટકા મતદાનના મંત્ર સાથે મતદાન કરવા અપીલ કરી હતી.
સંબિત પાત્રાએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે,  રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી તેઓની ગુજરાતમાં હાર નક્કી છે તે જાણી ચૂકી છે અને એટલા માટે જ તેઓ કે તેમના કોઇ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવતાં નથી. રાહુલ ગાંધીની જ્યાં ચૂંટણી યોજાઇ રહી છે ત્યાં ભારત જોડો યાત્ર જવાની નથી કારણ કે તેઓ જાણે છે યાત્રા ત્યાં લઇ જવાનો કોઇ અર્થ નથી. ગુજરાતની જનતા જાણે છે કે અરવિંદ કેજરીવાલની માત્ર ફેસબુકમાં જ હવા ચાલે છે ગુજરાતની ધરતી પર તેઓની ક્યાંય હવા ચાલતી નથી. લોકતંત્રના આ મહાપર્વમાં   અરવિંદ કેજરીવાલને સિંગલ ડિઝીટમાં સીટ આપે તો પણ બહુ કહેવાય કારણ કે તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સહિત તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુજરાતની જનતા આંચકી લેવાની છે.

Related posts

ટાયર ફાટતા બેકાબૂ ટ્રકે ૩ બસોને ટક્કર મારતા ૧૪ લોકોનાં મોત

saveragujarat

ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ

saveragujarat

બે દિવસીય હડતાળને પગલે ૧૮ હજાર કરોડનું કલીયરીંગ અટવા

saveragujarat

Leave a Comment