Savera Gujarat
Other

ગુજરાતમાં મેંઘની ભારે આગાહી વચ્ચે મોન્સુનનો ૫૪ ટકાથી વધુ વરસાદ ખાબક્યોં

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૫
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫૪ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ૧૦ ઇંચ સહિત રાજ્યના અન્ય ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૫ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કપરાડા તાલુકામાં ૨૫૩ મિ.મી, ચીખલીમાં ૨૪૪ મિ.મી, સુત્રાપાડામાં ૨૪૦ મિ.મી, ગણદેવીમાં ૨૩૧ મિ.મી, ધરમપુરમાં ૨૧૨ મિ.મી, નવસારીમાં ૨૧૧ મિ.મી એમ મળી કુલ ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જલાલપોર તાલુકામાં ૧૮૩ મિ.મી, વાસદામાં ૧૬૮ મિ.મી, ખેરગામમાં ૧૬૫ મિ.મી, ડોલવણમાં ૧૫૯ મિ.મી, વાપીમાં ૧૫૫ મિ.મી આમ કુલ ૫ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પારડીમાં ૧૩૭ મિ.મી, વઘઈમાં ૧૩૦ મિ.મી, માણાવદરમાં ૧૨૭ મિ.મી, તલાલામાં ૧૨૩ મિ.મી, કુતિયાણામાં ૧૨૨ મિ.મી, વ્યારામાં ૧૨૧ મિ.મી, રાણાવાવમાં ૧૦૯ મિ.મી, ચોર્યાંશીમાં ૧૦૫ મિ.મી, વેરાવળ અને બારડોલીમાં ૧૦૪ મિ.મી મળી કુલ ૧૦ તાલુકાઓમાં ૪ થી ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત માળીયા તાલુકામાં ૯૩ મિ.મી, વાલોડમાં ૯૧ મિ.મી, વલસાડમાં ૮૪ મિ.મી, ઉમરગામમાં ૮૦ મિ.મી, ખાંભામાં ૭૨ મિ.મી, વિજયનગરમાં ૭૦ મહુવામાં ૬૯ મિ.મી, વંથલી અને જેતપુરમાં ૬૫ મિ.મી, ખંભાળિયામાં ૬૪ મિ.મી, સુબીરમાં ૬૧ મિ.મી, કોડીનારમાં ૫૯ મિ.મી, પોરબંદરમાં ૫૮ મિ.મી, પલસાણા અને ડાંગમાં ૫૫ મિ.મી, જેસરમાં ૫૪ મિ.મી અને ઉનામાં ૫૨ મિ.મી એમ મળી કુલ ૧૭ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૮ તાલુકાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૯૮.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૫.૧૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૨.૦૮ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૯.૩૨ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

Related posts

ગૌતમ અદાણીને પાછળ ધકેલી મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ

saveragujarat

બીજે મેડીકલ કોલેજમાં બનાવ : અભ્યાસ અને કામના ભારણથી આત્મઘાતી પગલુ ભર્યાની આશંકા

saveragujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર ટેમ્પો-ડમ્પરના અકસ્માતમાં ત્રણનાં મોત

saveragujarat

Leave a Comment