Savera Gujarat
Other

લાંબા સમયથી સીબીઆઇ સાથે સંતાકૂકડી રમતાં આઇએએસ અધિકારી કે.રાજેશ આખરે ધરપકડ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૪
આઇએએસ અધિકારી કે. રાજેશની આખરે સીબીઆઇ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. લાંબા સમયથી સીબીઆઇના સહિતની નેશનલ એજન્સીની રડારમાં આવ્યાં બાદ ભારે ચર્ચાસ્પદ બનેલા કે.રાજેશ કાંડના મામલે તેઓ લાંબા સમયથી સંતાકૂકડી રમ્યા રહ્યાં હતા. આ દરમિયાન આખરે આઇએએસ અધિકારી કે.રાજેશ સીબીઆઇના સકંજામાં સપડાઇ ગયા છે. ગુજરાતના આઈએએસ અધિકારી કે. રાજેશની સીબીઆઇએ ધરપકડ કરી છે. તેને ગાંધીનગર લઈ આવી પૂછપરછ હાથ ધરાઈ છે. વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ લાંબી તપાસ પછી ધરપકડ કરાઈ છે. અગાઉ તેઓ સુરેન્દ્રનગરના કલેકટર હતા. હાલ સામાન્ય વહીવટ વિભાગમાં સચિવ હતા. તેમની ઉપર જમીન કૌભાંડને લઈ આક્ષેપો થયેલા, ઉપરાંત સુરતમાંથી અગાઉ તેના વચેટીયાની પણ ધરપકડ થયેલી. વિધિવત ધરપકડ થતા અન્ય નામો પણ ખુલે તેવી શકયતા છે. જેમાં જાેવું રહ્યું કે ભારે ચર્ચાસ્પદ બનેલા આ કૌભાંડમાં સીબીઆઇના સકંજામાં અન્ય કેટલા રાજકારણીઓ કે અધિકારીઓ સપડાય છે તે જાેવું રહ્યું.

Related posts

સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે નિરાકરણ ન આવતાં મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમ યોજાશે

saveragujarat

બદ્રીનાથના કપાટ ખુલતાં ચારધામ યાત્રા શરૂ: ભાવિકોએ દર્શન કર્યા

saveragujarat

ગુજરાત વિધાનસભાનું બજેટ આગામી 2-3 માર્ચે રજુ થનાર બજેટમાં 10 થી વધુ સુધારા વિધેયક મજુર કરાવશે

saveragujarat

Leave a Comment