Savera Gujarat
Other

લીંબડી અમદાવાદ હાઈવે પર ટેમ્પો-ડમ્પરના અકસ્માતમાં ત્રણનાં મોત

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૬
રાજ્યમાં વધુ એક અકસ્માતે ત્રણ લોકોનો ભોગ લીધો છે. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ બનાવ લીંબડી-અમદાવાદ હાઇવે પર બન્યો છે. મળતી માહિતી પ્રમાણે કાનપરા પાટીયા પાસે રાત્રે અકસ્માત સર્જાયો છે.
જેમાં એક ટેમ્પ ટ્રાવેલર એક ડમ્પર પાછળ ઘૂસી ગયું હતું. આ બનાવમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે. અકસ્માત અંગેની જે તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. ટેમ્પો ટ્રાવેલરમાં સવાર ત્રણેય વ્યક્તિનાં સીટ પર જ મોત નીપજ્યા હતા. બીજી તરફ ટેમ્પો ટ્રાવેલરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. બીજા એક બનાવમાં અરવલ્લીમાં માલપુરનગરમાં સ્ટેટ હાઇવે પર બાઇક ચાલકનું મોત થયું છે. યુવક બાઇક લઈને અંબાજી જવા માટે નીકળ્યો હતો.
આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે યુવકના બાઈકનું એન્જિન લોક થઈ ગયું હતું, જે બાદમાં યુવક નીચે પટકાયો હતો. આ બનાવમાં અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. પ્રાથમિક તપાસમાં યુવક દાહોદ જિલ્લાનો વતનો હોવાની વાત સામે આવી હતી.

Related posts

યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીએ કરી હતી વાત. યુદ્ધ રોકવા અને ફસાયેલાં ભારતીયો વિશે 35 મીનીટ વાત ચાલી હતી.

saveragujarat

ખોળીયામાં જીવ સાથે અંધ આંખોમાં સ્વપ્ન સેવી રહેલા દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાન ચમત્કાર છે

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજીત “શ્રી મુક્તજીવન સ્વામીબાપા મોક્ષદાયી સ્મૃતિ યાત્રા, દક્ષિણ ભારત” માં આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજે ત્રિવેન્દ્રમના સુપ્રખ્યાત જટાયુ અર્થ સેન્ટર તથા શ્રી પદ્મનાભ મંદિરને પુનિત પદરેણુથી પાવન કર્યું …

saveragujarat

Leave a Comment