Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

બીજે મેડીકલ કોલેજમાં બનાવ : અભ્યાસ અને કામના ભારણથી આત્મઘાતી પગલુ ભર્યાની આશંકા

સવેરા ગુજરાત,અમદાવાદ તા.06 :

અમદાવાદની ખ્યાતનામ બીજે મેડિકલ કોલેજમાં ભણી રહેલા રેસિડેન્ટ ડોક્ટરે પોતાના હોસ્પિટલ રૂમમાં જીવ ટૂંકાવ્યું છે. કપિલ શર્મા નામનો વિદ્યાર્થી એમ.ડી. (મેડિસિન)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ વિદ્યાર્થી નોબલનગરનો છે, શાહિબાગ પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી તેના રૂમમાં બેભાન અવસ્થામાં પડેલો મળ્યો હતો. આ ઘટના પાછળ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ આપઘાતનું કારણ શું છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે આ બનાવ અંગે જણાવ્યું છે કે, ‘કપિલ પરમારના ક્લાસનો વિદ્યાર્થી જ્યારે તેને શોધવા માટે રવિવારે રાત્રે 8 વાગ્યે ગયો ત્યારે તે બેભાન અવસ્થામાં મળ્યો હતો. તેને ત્યાંથી તાત્કાલિક ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો જ્યાં રાત્રે 9.20 વાગ્યે સારવાર દરમિયાન કપિલ મૃત્યુ પામ્યો હતો.” પોલીસે જણાવ્યું કે કપિલના રૂમમાંથી તેણે લખી હોય તેવી કોઈ ચિઠ્ઠી મળી નથી. કપિલની સાથે અભ્યાસ કરતા સાથી વિદ્યાર્થીએ જણાવ્યું કે તે પાછલા બે દિવસથી તણાવમાં હતો.

પોલીસે જણાવ્યું કે, ‘પ્રાથમિક તપાસમાં એ બાબત સામે આવી છે કે તે કામ અને અભ્યાસના કારણે તાણ અનુભવી રહ્યો હતો.’ વધુમાં પોલીસે જણાવ્યું કે, ‘આ વિદ્યાર્થીએ અમદાવાદની અન્ય કોલેજમાંથી ખઇઇજ પૂર્ણ કર્યું હતું, તેણે ખઉ (મેડિસિન) માટે બીજે મેડિકલ કોલેજ કે જે અસારવા સિવિલના કેમ્પસમાં આવેલી છે તેમાં એડમિશન લીધું હતું.’

કપિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને શાહીબાગ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે તેના પરિવારના સભ્યોના નિવેદન નોંધીને શા માટે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું તે અંગે તપાસ શરુ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, કપિલનો ફોન કબજે લેવામાં આવ્યો છે, હવે તપાસ કરવામાં આવશે કે તેણે જીવન ટૂંકાવતા પહેલા કોઈને મેસેજ કર્યો છે કે કેમ?

Related posts

વડાપ્રધાન મોદીનું નવસારીમાં આદિવાસીઓની આગવી શૈલીમાં ભવ્ય સ્વાગત કરાયું ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત મોદીની ઉપસ્થિતિમાં ૩ લાખથી વધુ આદિવાસી ઉમટ્યાં

saveragujarat

અમદાવાદમાં યોજાનાર અર્બન-2નો લોગો, વેબસાઇટ, વેલકમ સોંગનું લોન્ચિંગ કરતા રાજ્યના મુખ્યમંત્રી

saveragujarat

રાજ્ય માં સરકારી માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાના ૫૪૭ મદદનીશ શિક્ષકોની આંતરિક બદલીનો લાભ અપાયોં

saveragujarat

Leave a Comment