Savera Gujarat
Other

મહારાષ્ટ્ર-શિંદે સરકારની પ્રથમ ભેટ: પેટ્રોલ-ડિઝલ સસ્તા કરાયા

મુંબઈ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારે રાજયની જનતાને એક ભેટ આપતા પેટ્રોલ તથા ડિઝલ પરના રાજય સરકારના ‘વેટ’માં ઘટાડો કર્યો છે. આજે રાજય કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જેમાં પેટ્રોલ પરનો વેટ રૂા.5 તથા ડિઝલ પરનો વેટ રૂા.3 ઘટાડાયો છે. જેના કારણે હવે અગાઉ મે માસમાં ઉદ્ધવ ઠાકરે સરકારે પેટ્રોલમાં 2.08 અને ડિઝલમાં રૂા.1.44 ઘટાડયા હતા.
આજે કેબીનેટ બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે એ જાહેર કર્યુ હતું કે રાજયમાં આમ લોકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડિઝલની વેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે તે આજે મધરાત બાદ લાગુ પડશે જેના કારણે રાજય સરકારને રૂા.6 હજાર કરોડની વેટ આવક ગુમાવવી પડશે. પરંતુ સરકાર સામાન્ય લોકોને રાહત આપવા માટે આ નિર્ણય લીધો છે.
આજના ભાવ ઘટાડા સાથે મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂા.111.35 પ્રતિ લીટરમાંથી રૂા.106.35 લીટર થયો છે જયારે ડીઝલનો ભાવ રૂા.97.28 પ્રતિલીટરમાંથી રૂા.94.28 પૈસા પ્રતિ લીટર નોંધાશે. બીજી તરફ આજે કેબીનેટની બેઠકમાં અમદાવાદ, મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટના મહારાષ્ટ્રમાં જે કલીયરન્સ અટકયુ હતું તે તમામ આપી દેવામાં આવ્યું છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાંથી પસાર થતી બુલેટ ટ્રેન માટે જમીન હસ્તાંતરણ સહિતની પ્રક્રિયાને અગાઉની સરકારે અટકાવી હતી જે આજે મંજુરી આપી દેવામાં આવી છે જેને કારણે હવે બુલેટટ્રેન પ્રોજેકટ ઝડપથી આગળ વધશે.

Related posts

દિલ્હીથી જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાની તેજ રફતાર

saveragujarat

IPS અધિકારીને બદનામ કરી કરોડો રૂપિયા પડાવવાનુ કાવતરુ રચાયુ

saveragujarat

VGGTS2024: આરએએફ દ્વારા આયોજિત પ્રદર્શન બન્યું આકર્ષણનું કેન્દ્ર

saveragujarat

Leave a Comment