Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

મહેસાણા, પાટણમાં લકઝરી બસ અને નર્મદાથી અકલેશ્વર જતી એસ.ટી બસના સર્જાયેલા ત્રણ અકસ્માતમાં ૫૩ લોકોને નાની મોટી ઇજા : ૪ની હાલત ગંભીર

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૭
રાજ્યમાં આજે ખાનગી લક્ઝરી બસો અને એસ.ટી. બસને અકસ્માત નડ્યો હોય તેવા ત્રણ અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં એક બનાવ પાટણ જિલ્લા નર્મદા જિલ્લામાં એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે, તો અમદાવાદ-મહેસાણા હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં ૧૪ લોકોને ઈજા પહોંચી છે. પાટણ ખાતેના બનાવમાં ૨૫ લોકો ઇજાગ્રસ્ત થયા છે. નર્મદામાં એસ.ટી. બસને નડેલા અકસ્માતમાં ૫૮ લોકોને ઈજા પહોંચી છે. સબનસીબે ત્રણેય બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. જાેકે, અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત જરૂર થયા
પાટણમાં લક્ઝરી બસને નડ્યો અકસ્માતઃ મળતી માહિતી પ્રમાણે પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માતગ્રસ્ત વાહન સાથે એક બસની ટક્કર થઈ ગઈ હતી. ખાનગી લક્ઝરી બસ મુંદ્રાથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. અકસ્માતમાં ૨૫ લોકોને ઈજા પહોંચી હતી. ૨૫માંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ લોકોને ૧૦૮ મારફતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.


નર્મદાના બેડવાણથી અંકલેશ્વર જતી બસને અકસ્માત નડ્યો છે. બાઇક ચાલકને બચાવવા જતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. અં બસમાં કુલ ૫૮ લોકો સવાર હતા. તમામને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ડેડિયાપાડા રેફરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી વધારે ઈજાગ્રસ્ત લોકોને રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા છે.
મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસને અકસ્માતઃ અમદાવાદ-મહેસાણા હાઇવે પર એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ૧૪ જેટલા લોકોને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રામણે ભાસરીયા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. જેમાં એક લક્ઝરી બસ હાઇવે પરના ડિવાઇડર પર ચઢી ગઈ હતી.જેના પગલે બસમાં સવાર ૧૪ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે અમદાવાદ અને મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે લાંઘણજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.

Related posts

રાજસ્થાનના મેવાડના નાથદ્વારાની પાવનધરાના નીલ વાવડી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

saveragujarat

નિકોલમાં ખોડલ માતાના સાનિધ્યમાં યોજાતાં લોકમેળામાં મહેરામણ ઉમટ્યું

saveragujarat

કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ:: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

saveragujarat

Leave a Comment