Savera Gujarat
Other

અમદાવાદના પ્રોફેસરને વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિમાં મળ્યું સ્થાન

સરકારે વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિની નવેસરથી રચના કરી છે. આ સમિતિનું વડપણ વિવેક દેબ રાય કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. આ સમિતિ બે વર્ષ માટે રચવામાં આવશે. આ સમિતિ એક સ્વતંત્ર એકમ છે જેની રચના સરકાર ખાસ કરીને વડાપ્રધાનને આર્થિક અને સંબંધિત મુદ્દે સલાહ આપવા માટે કરવામાં આવતી હોય છે.

સમિતિની નવેસરથી રચના બાદ વી અનંત નાગેશ્ર્વરનને હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે રિઝર્વ બેન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહન, એનસીએઈફારના ડાયરેક્ટર જનરલ પૂનમ ગુપ્તા, આઈઆઈએમ-અમદાવાદના પ્રોફેસર ટી.ટી.રામ મોહનને તેમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમિતિના અન્ય સભ્યોમાં સાજિદ ચિનોય, નિલકંઠ મિશ્રા અને નિલેશ શાહનો સમાવેશ થાય છે.

27 ઑક્ટોબરે જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં કેબિનેટ સચિવાલયે જણાવ્યું કે વડાપ્રધાનની નવી આર્થિક સલાહકાર સમિતિને બે વર્ષ સુધી મંજૂરી આપવામાં આવી છે. વિવેબ દેબરાય પહેલાંથી જ આ પરિષદના પ્રમુખ છે અને આગળ પણ તેઓ જ રહેશે. તેના પદ, વેતન અને ભથ્થામાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિષદ માટે નિર્ધારિત નિયમો અને શરતોમાં વડાપ્રધાન તરફથી મોકલવામાં આવેલા આર્થિક અથવા કોઈ પણ અન્ય મુદ્દાનું વિશ્લેષણ કરવું અને તેને સલાહ આપવાનું કામ સામેલ છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કાર્યકાળમાં રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર સી.રંગરાજન પ્રમુખ હતા.

Related posts

રશિયાએ પાકિસ્તાનને ૫૦ હજાર ટન ઘઉંનો જથ્થો મોકલ્યો

saveragujarat

મોંઘવારીના બેવડો માર, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ૨૦ રૂા.નો વધારો ઝીંકાયો

saveragujarat

કોરોનામાં પત્ની ગુમાવી, પતિએ ૩૦ કિલોનું સ્ટેચ્યૂ તૈયાર કરાવ્યું

saveragujarat

Leave a Comment