Savera Gujarat
Other

રાજકીય પક્ષોને ડોનેશનના નામે ટેકસ ચોરી : ગુજરાતમાં 4000ને નોટીસ

સવેરા ગુજરાત, ગાંધીનગર તા.09
ઉંચા કર ભારણથી બચવા માટે કરદાતાઓ નવા નવા કારસ્તાનો આચરતા જ હોય છે તેવા સમયે ઇન્કમટેકસ ચોરીનો નવા કૌભાંડનો પર્દાફાશ થયો છે તેમાં રાજકીય પક્ષોને ડોનેશન આપ્યા બાદ 10-20 ટકાનું કમિશન ચૂકવીને બાકીના નાણા પરત લઇ લેવામાં આવતા હોવાની મોડસ ઓપરેન્ડીમાં ખુલાસો થયો છે. ગુજરાતમાં ઇન્કમટેકસે આવા ર000 કરોડના વ્યવહારો પકડીને 4000થી વધુ કરદાતાઓને નોટીસ ફટકારતા ખળભળાટ સર્જાયો છે.
આવક વેરા વિભાગ દ્વારા રાજકીય પક્ષોને હિસાબી સરવૈયાઓની ચકાસણી કરી હતી અને ડોનેશન આપનારા લોકોના વ્યવહારો ચકાસવામાં આવ્યા હતા. માત્ર ડોનેશનનું કમિશન લેવાના ઇરાદે જ અમુક પક્ષો રજિસ્ટ્રેશન કરાવતા હોય છે. દાતાઓ પાસેથી ડોનેશન ઉઘરાવ્યા બાદ 10-20 ટકાનું અગાઉથી નકકી થયા મુજબનું કમિશન મેળવીને બાકીના નાણા પરત કરી દેવામાં આવે છે. અનેક પગારદાર કર્મચારીઓ પણ આ કૃત્ય સામેલ હોવાનું બહાર આવ્યું છે અને આ પ્રકારના કૌભાંડમાં સામેલ 4000થી વધુ કરદાતાઓ હવે મુસીબતમાં મુકાયાના નિર્દેશ છે.
આવક વેરા ખાતાના ટોચ લેવલેના સુત્રોએ જણાવ્યું હતું કે, ડોનેશન કાંડની બાતમીના આધારે નાના અને પ્રાદેશિક રાજકીય પક્ષો સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. 2020-21માં નાણાંકીય વર્ષના હિસાબોની તપાસ દરમ્યાન 2000 કરોડના આવા વ્યવહારોનો પર્દાફાશ થયો છે જેમાં 30 કરોડની રોકડ જપ્ત પણ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થતા રીપોર્ટ કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે.
રાજકીય પક્ષોની મોડસ ઓપરેન્ડી સાવ સરળ છે. કોઇ વેપારી પેઢીક કે વ્યકિતગત કરદાતા રાજકીય પક્ષને ડોનેશન પેટે ચેક આપે છે. રાજકીય પક્ષોને ડોનેશન કલમ-80 જીજીબી હેઠળ કરમુકત છે. એટલે દાતાને કરમુકિતનો લાભ મળે છે. તે કાપ્યા બાદ 10-20 ટકાનું કમિશન મેળવીને રાજકીય પક્ષ દ્વારા બાકીના નાણા રોડકમાં પરત આપી દેવામાં આવે છે. એક સિનીયર અધિકારીએ કહ્યું કે વખતોવખત આ પ્રકારના કારસ્તાનો ખુલ્લે જ છે અને દેશના વિવિધ રાજયોમાં આવા કૌભાંડ થયા જ છે.
કરદાતા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે અનેક નાના રાજકીય પક્ષો આ પ્રકારના કેશબેક કૌભાંડ આચરવા જ રજીસ્ટ્રેશન કરાવતા જ હોય છે. ટેકસ ચોરી માટે ડોનેશન આપનારા કરદાતાઓ હવે મુસીબતમાં મુકાયા છે. ઘણા કિસ્સામાં તો પગારદાર કર્મચારીઓને પણ નોટીસો મળી છે. પગારનો મોટો હિસ્સો એવો ડોનેશનમાં આપી દેતા હોવાનું શંકાસ્પદ તારણ ખુલ્યાને પગલે ઇન્કમ ટેકસે નોટીસો પાઠવી છે. 5 થી 30 ટકાનો ટેકસ બચાવવાના પ્રયાસમાં હવે તેઓએ મુળ ટેકસ ઉપરાંત વ્યાજ, સરચાર્જ અને પેનલ્ટી સહિત અંદાજિત 83.17 ટકા ટેકસ ચુકવવો પડે તેવી હાલત સર્જાવાની શકયતા છે.

Related posts

કેનેડાથી લઈને અમેરિકા સુધી કેમ આતંક મચાવી રહ્યા છે ખાલિસ્તાનીઓ?

saveragujarat

“બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની ઉજવણીકરાઇ

saveragujarat

પત્નીનાં ત્રાસથી પતિએ પુત્રને ગળેફાંસો આપી પોતે જીવન ટૂંકાવ્યું

saveragujarat

Leave a Comment