Savera Gujarat
Other

તા.૧૧થી૧૭ ઓગષ્ટ દરમ્યાન ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં ૧ કરોડ ઘરોની છત પર ત્રિરંગો લહેરાવાશે

સવેરા ગુજરાત/ગાંધીનગર તા.04

ગુજરાતમાં આગામી ૧૧ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન રાજ્યના એક કરોડ ઘરો ઉપર ત્રિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાન યોજવાનું લક્ષ સાધવામાં આવ્યું છે તો બીજી તરફ ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ૧ કરોડ ઘરનો ટાર્ગેટ પૂર્ણ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આ કવિ ૧૧ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન આયોજિત હર ઘર તિરંગા અભિયાન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના પગલે ગુજરાતના૧ કરોડ નિવાસસ્થાનો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના હેડવાટર હોટલ રેસ્ટોરન્ટ પેટ્રોલ પંપ ઔદ્યોગિક એકમો સસ્તા અનાજની દુકાનો સહિત તમામ સરકારી કચેરીઓ અને નિવાસસ્થાનો ઉપરથી રંગો લહેરાવી સ્વયંભૂ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જાેકે ગુજરાતના એક કરોડ ઘર ઉપર ઘર ઘર તિરંગાના અભિયાનને સાર્થક કરવા રાજ્ય સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગે અત્યારથી જ કવાયત શરૂ કરી છે જ્યારે ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે રાજ્યની તમામ સત્તાના દુકાનો ઉપર આ અભિયાન અંતર્ગત ત્રી રંગો લહેરાવવાની સૂચના આપી છે. ત્યારે ભારત સરકારના આ કાર્યક્રમ માટે હાલ ગુજરાત સરકારના મોટાભાગના વિભાગો લક્ષ્યાંક પૂરો કરવા મથામણ કરી રહ્યા છે.

Related posts

આખરે ગુજરાત સરકારે પણ આમચી મુંબઈની જેમ આપણી ગુજરાતી ભાષાનુ લખાણ ફરજીયાત કર્યું.

saveragujarat

કિસાન ઉત્પાદન સંગઠનો ભારતને બાજરા કેન્દ્ર બનાવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

saveragujarat

૪ વર્ષની બાળકીનું અપહરણ કરનાર સાળો-બનેવી ઝડપાયા

saveragujarat

Leave a Comment