Savera Gujarat
Other

60મા જન્મ દિવસે 60 હજાર કરોડ રૂપિયાનું દાન કરશે

અમદાવાદ તા.24
એશિયાના સૌથી વધુ ધનિક ગણાતા ગુજરાતી ગૌતમ અદાણી તેમના આજે 60મા જન્મદિને 60 હજાર કરોડ રૂપિયાનું દાન કરશે. આ દાનની રકમ સામાજીક કામમાં ઉપયોગમાં લેવામાં આવશે. તેમનું આ દાન અદાણી ફાઉન્ડેશન દ્વારા મેનેજ કરવામાં આવશે. આ દાનની રકમ સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્કીલ (કૌશલ્ય) વિકાસમાં ઉપયોગમાં લેવામાં આવશે.
ગૌતમ અદાણી અને તેમના પરિવાર દ્વારા જન્મ દિવસે આટલી મોટી રકમનું દાન એ ભારતીય કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટુ ટ્રાન્સફર છે. ખુદ અદાણીએ જણાવ્યું હતું કે ભારતીય કોર્પોરેટ ઈતિહાસમાં ફાઉન્ડેશનમાં આ સૌથી મોટું ટ્રાન્સફર છે.આ દાન દ્વારા ગૌતમ અદાણી વિશ્વના ધનાઢય વ્યક્તિઓ ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને જાણીતા ઈન્વેસ્ટર વોરન બફેટની કલબમાં સામેલ થઈ જશે.
તેમણે પોતાની સંપતિનો મોટોભાગ સામાજીક કોર્પો માટે આપ્યો છે. અદાણી એ જણાવ્યું હતું કે સ્ટ્રેટેજી તૈયાર કરવા માટે અમે આગામી મહિનામાં ત્રણ એકસપર્ટ કમીટીઓ બોલાવશું અને ત્રણ એરિયામાં કેવી રીતે ફંડ આપવું તે નકકી કરીશું. ઉલ્લેખનીય છે કે અદાણી જૂથની શરુઆત 1988માં એક નાની એગ્રી ટ્રેડીંગ ફાર્મથી શરુ થઈ હતી.

Related posts

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેને કર્મભૂમિ બનાવી તે અમદાવાદનો આજે ૬૧૧મો સ્થાપના દિવસ

saveragujarat

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં ભયાનક વિસ્ફોટ, ૩૧ લોકોના મોત થયા

saveragujarat

ત્રણ દિવસથી ગુમ બાળકીની રહસ્યમય સંજાેગોમાં લાશ મળી

saveragujarat

Leave a Comment