Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં ભયાનક વિસ્ફોટ, ૩૧ લોકોના મોત થયા

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૨
ચીનમાં બુધવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના યિનચુઆન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ૩૧ લોકોના મોત થયા હતા. જ્યારે ૭ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, બુધવારે રાત્રે ઉત્તર પશ્ચિમ ચીનના યિનચુઆનમાં એક બારબેક્યૂ રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ૩૧ લોકોના મોત થયા છે અને સાતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચીની મીડિયામાં પ્રકાશિત કરાયેલી તસ્વીરો જાેઇને ખ્યાલ આવે છે કે વિસ્ફોટ કેટલો ભયાનક હતો. વિસ્ફોટ બાદ રેસ્ટોરન્ટ અને આસપાસની દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રેસ્ટોરન્ટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ચીની પ્રશાસને આગના કારણની તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં ૩૮ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જ્યાં વિસ્ફોટ થયો હતો તે વિસ્ફોટની આ ઘટના ડ્રેગન બોટ ફેસ્ટિવલ અગાઉ બની છે. જે વિસ્તારમાં આ ઘટના બની તે વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપવા વિનંતી કરી છે. આતંકવાદને લઈને ફરી એકવાર ચીનની અવળચંડાઈ સામે આવી છે. ચીને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાની આતંકીને બચાવી લીધો છે. લશ્કરના આતંકવાદી સાજીદ મીરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મૂકવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને ચીને અટકાવી દીધો છે. અમેરિકાએ સાજિદ મીર પર ૫ મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીને સંયુક્ત રાષ્ટ્રમાં મીરને નામાંકિત કરવાના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી હતી. સાથે જ ચીને આ પ્રસ્તાવને રોકી દીધો છે. આતંકવાદી સાજિદ મીર ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં વોન્ટેડ છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આતંકવાદીઓને મુંબઈ મોકલીને આ હુમલા કર્યા હતા. આ દરમિયાન આતંકીઓએ હોટલ, કાફે અને રેલવે સ્ટેશનને નિશાન બનાવ્યા હતા. જેમાં લગભગ ૧૭૦ લોકો માર્યા ગયા હતા.

Related posts

દેશમાં એક્સપ્રેસ હાઈવે પર 60 કિલોમીટર સુધી માત્ર એક જ ટોલ પ્લાઝા રખાશે :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

saveragujarat

એક્ટિવ કેસમાં ઘટાડો, કોરોનાનાં 26,964 નવા કેસ નોંધાયા દેશમાં ,

Admin

સેન્સેક્સમાં ૩૯૦, નિફ્ટીમાં ૧૧૩ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

saveragujarat

Leave a Comment