Savera Gujarat
Other

ગુજરાતમાં હોમ લોનમાં 21%નો વધારો

સવેરા ગુજરાત /અમદાવાદ:
ગુજરાતમાં કોવિડની અસર બાદ ફરી એક વખત વ્યાપાર ઉદ્યોગ ધમધમતા થયા છે અને તેની સાથે બેન્કોમાં હોમલોનનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. કોવિડ કાળ સમયે અને તે બાદ જે આર્થિક સમસ્યાઓ તેના કારણે બેન્કોમાં હોમલોન માટેની અરજીઓનું પ્રમાણ પણ ઘટી ગયું હતું પણ હવે ફરી બેન્કો ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેન્કો મારફત હોમલોનનું પ્રમાણ કોવિડ કાળ પુર્વેના સ્તરે પહોંચી ગયું છે.
અમદાવાદમાં મળેલી રાજય કક્ષાની બેન્કર્સ કમીટીના રીપોર્ટ મુજબ 2019-20 ગુજરાતમાં રૂા.22504 કરોડની હોમલોન આપવામાં આવી હતી જે 2021-22માં 17% વધીને રૂા.26299 કરોડ થઈ છે. જયારે 2020-21માં કુલ હોમલોન રૂા.23532 કરોડની આપવામાં આવી હતી. જો કે હવે હોમ લોનને ફરી બ્રેક લાગે તેવી શકયતા છે.
માર્ચ માસ સુધી હોમલોનના વ્યાજદરો 6-7% આસપાસ હતા તે હવે 8-9% આસપાસ પહોંચી ગયા છે અને અગાઉ જેઓએ હોમલોન લીધી છે અને ફલોટીંગ વ્યાજ મારફત અત્યાર સુધી નીચા વ્યાજના કારણે વ્યાજ અને માસીક હપ્તામાં તેઓને જે રાહત હતી તે હવે રહેશે નહી.

Related posts

ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને 25 માર્ચે પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે

saveragujarat

મસ્જીદમાં અઝાન સમયે લાઉડસ્પીકર વગાડવા મુદ્દે દાખલ PIL સંદર્ભે HCએ ગુજરાત સરકારને ફટકારી નોટિસ

saveragujarat

હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે ગુજરાતીઓ

saveragujarat

Leave a Comment