Savera Gujarat
Other

મસ્જીદમાં અઝાન સમયે લાઉડસ્પીકર વગાડવા મુદ્દે દાખલ PIL સંદર્ભે HCએ ગુજરાત સરકારને ફટકારી નોટિસ

સવેરા ગુજરાત/ગાંધીનગર:-  ગુજરાતમાં મસ્જિદો (Mosques)ના અઝાન (નમાઝ પઢવા માટે કોલ) માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી ગાંધીનગર સ્થિત એક તબીબે કરેલી પીઆઇએલ (PIL)ના જવાબમાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat High court) મંગળવારે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી અને દાવો કર્યો હતો કે તેનાથી ધ્વનિ પ્રદૂષણ સર્જાય છે અને નાગરિકોના મૂળભૂત અધિકારો (Fundamental Rights of Citizens)નું હનન થાય છે.

ગાંધીનગરના સેક્ટર 5Cમાં રહેતા ધર્મેન્દ્ર પ્રજાપતિએ ફરિયાદ કરી હતી કે, તેમના પાડોશમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢવા માટે ઘણા લોકો આવતા નથી, તેમ છતાં અઝાનનું પઠન કરવા માટે દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે. તેમણે દાવો કર્યો હતો કે, તેના કારણે લોકોને અસુવિધાનું ઊભી થાય છે અને નજીકમાં રહેતા લોકો માટે તે ખલેલનું કારણ બને છે. લોકોને શાંતિ અને સુલેહનો અધિકાર છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે અરજદારના એડવોકેટ ધર્મેશ ગુર્જરને પૂછ્યું હતું કે, લાઉડસ્પીકરનો અવાજ કેટલો હોવો જોઇએ. જેના જવાબમાં વકીલે માર્ગદર્શિકાને ટાંકીને રજૂઆત કરી હતી કે, માન્ય મર્યાદા 80 ડેસિબલ્સ છે, પરંતુ ત્યાં અઝાન દરમિયાન વોલ્યુમ 200 ડેસિબલ્સથી વધુ હોય છે.

કોર્ટે વધુમાં લગ્નના સરઘસો અને અન્ય તહેવારો દરમિયાન સર્જાયેલા ધ્વનિ પ્રદૂષણ વિશે પૂછ્યું હતું. વકીલે જવાબ આપ્યો કે વ્યક્તિના જીવનમાં એકવાર લગ્ન થાય છે અને મોટેથી મ્યુઝિક વગાડવું તે સમજી શકાય છે, પરંતુ જે લોકો ઇસ્લામમાં માનતા નથી, તેમના માટે દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર વગાડવું એ ધ્વનિ પ્રદૂષણ છે. લોકડાઉન દરમિયાન સ્થાનિક અધિકારીઓના નિર્ણય સામે લાઉડસ્પીકર પર અઝાન પઠન કરવાની મંજૂરી ન આપવાના સંબંધમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર તેમની દલીલોને આધારે અરજદારે જણાવ્યું હતું કે, તેમણે સ્થાનિક અધિકારીઓને આ પ્રવૃત્તિ અંગે ફરિયાદ કરી છે, પરંતુ કોઈ જ પગલા લેવાયા નથી.

અરજદારે એવી પણ દલીલ કરી હતી કે, લાઉડસ્પીકર દ્વારા ધ્વનિ પ્રદૂષણ ગંભીર માનસિક બીમારી, વૃદ્ધ વ્યક્તિઓ અને નાના બાળકોને શારીરિક સમસ્યાઓનું કારણ બને છે અને તે લોકોની કામ કરવાની કાર્યક્ષમતાને પણ અસર કરે છે. ટૂંકમાં, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. કાનૂની જોગવાઇઓને ટાંકીને પીઆઇએલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સ્થાનિક સત્તાવાળાઓની પરવાનગી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કાયદાનું ઉલ્લંઘન છે.

પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, “નમાઝ પઢવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરતી વખતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા કોઈ માન્ય લેખિત મંજૂરી મેળવવામાં આવી નથી.” તેમાં સર્વોચ્ચ અદાલતના આદેશને પણ ટાંકવામાં આવ્યો છે કે, કોઈપણ ધર્મ એવું સૂચવતો નથી કે પ્રાર્થના અન્યની શાંતિને ખલેલ પહોંચાડીને કરવામાં આવે અને ન તો તે ઉપદેશ આપે છે કે તે અવાજ એમ્પ્લીફાયર દ્વારા અથવા ઢોલના તાલથી થવી જોઈએ.

અરજદારે વધુમાં દાવો કર્યો હતો કે, લાઉડસ્પીકરનો ઉપયોગ ઇસ્લામનો અભિન્ન ભાગ નથી, કારણ કે જૂના દિવસોમાં જ્યારે ટેકનોલોજી અસ્તિત્વમાં નહોતી, ત્યારે અઝાનનું પઠન કરવામાં આવતું હતું અને મસ્જિદોમાં નિયમિતપણે નમાઝ અદા કરવામાં આવતી હતી. લાઉડ સ્પીકર દ્વારા અઝાનના પાઠ કર્યા વિના નમાઝ કેમ ન થઈ શકે તે મુસ્લિમો સમજાવી શકતા નથી. ત્યારે આ અંગે કોર્ટે 10 માર્ચ સુધી સરકારનો જવાબ માંગ્યો છે.

Related posts

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની તસ્વીરો સામે આવી

saveragujarat

સિવિલ હોસ્પિટલ ‘અંગદાન મહાયજ્ઞ’ – 114મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા હૃદયનું પણ દાન મળ્યું

saveragujarat

ISISના મોડ્યુલનો પર્દાફાશ થયો, પોરબંદરથી ચારની ધરપકડ કરાઈ

saveragujarat

Leave a Comment