Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે ગુજરાતીઓ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૨
પેટ્રોલ-ડીઝલના વધતા જઈ રહેલા ભાવ અને ક્લાયમેટ ચેન્જના કારણે પર્યાવરણની ચિંતાની વચ્ચે ઈવી (ઈલેક્ટ્રિક વ્હીકલ) ક્રાંતિ વેગ પકડી રહી છે. ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૨૦૨૨માં સાતગણો વધારો નોંધાયો હતો, જાે કે તે પેટ્રોલથી ચાલતા વાહનોના વેચાણની સરખામણીમાં ઓછો હતો. ૨૦૨૧માં ૯,૭૭૬ યુનિટની સરખામણીમાં ૨૦૨૨માં ૬૮,૯૯૯ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. ઈવી વાહનોની પોપ્યુલારિટી સીએનજી વાહનોને વટી ગઈ છે, જેના ૨૦૨૨માં માત્ર ૫૦,૦૦૭ યુનિટ વેચાયા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જેમ વધુને વધુ ચાર્જિંગ સ્ટેશન સેટ અપ કરવામાં આવી રહ્યા છે તેમ ઈલેક્ટ્રિક વાહનો તરફ વળતા ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત દેશના તેવા ૧૮ રાજ્યોમાં સામેલ છે, જેણે ઈલેક્ટ્રિક મોબિલિટી તરફ ટ્રાન્સપોર્ટ સેક્ટરને આગળ વધારવા માટે ઈવી પોલીસીને અંતિમ સ્વરૂપ આપ્યું છે.ઓક્ટોબર ૨૦૨૧માં ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ શરૂ થયું હતું અને ગત વર્ષે ટ્રેન્ડમાં વધારો થયો હતો. આ મહિનાના પહેલા ૧૦ દિવસમાં રાજ્યમાં ૨,૧૬૮ ઈફનું વેચાણ નોંધાયું હતું, જેમાં ટુ-વ્હીલરનો હિસ્સો ૬૦ ટકા છે. પેટ્રોલ વાહનની કેટેગરીમાં, ટુ-વ્હીલરનું વેચાણ ૬૭ ટકા જ્યારે ફોર-વ્હીલરનું ૩૩ ટકા હતું.ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ૨૦૨૧ની સરખામણીમાં ગયા વર્ષે ઝ્રદ્ગય્ વાહનોમાં ૫૮% વધારો નોંધાયો હતો, પરંતુ આ જ સમયગાળામાં રાજ્યમાં ઈફના વેચાણમાં ૬૦૬% વૃદ્ધિ જાેવા મળી હતી. આ દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણની ૨૧૧% વૃદ્ધિ કરતાં પણ વધુ છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રાહકો તરફથી મળતો પોઝિટિવ રિસ્પોન્સ સરકારની પોલિસી દ્વારા થઈ રહેલા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકોસિસ્ટમને પણ પ્રતિબિંબિત કરે છે.સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કુલ ૬૮,૯૯૯ યુનિટની સામે ૪૫,૭૬૪ એકમોનું વેચાણ થયું હતું. સુરતમાં ૨૧,૮૭૨ યુનિટ અને ત્યારબાદ અમદાવાદમાં ૧૩,૨૫૧ યુનિટનું વેચાણ થયું હતું. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ચીફ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ‘વેચાણના આંકડા ખૂબ જ પ્રોત્સાહિત છે. જેમ વધુ ચાર્જિંગ સ્ટેશન ખુલી રહ્યા છે તેમ ખરીદદારનો વિશ્વાસ પણ વધ્યો છે. આ સિવાય સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી પણ ઈવી ઈકોસિસ્ટમને બનાવવામાં મદદ કરી છે. પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની સાથે-સાથે ઈલેક્ટ્રિક વાહનો ખર્ચ ઘટાડે છે’..એક ડિલરે જણાવ્યું હતું કે, ‘ઈલેક્ટ્રિક વાહનોમાં પ્રતિ કિમીનો ખર્ચ ૧થી ૨ રૂપિયા છે, તેની સામે પેટ્રોલથી ચાલતા વાહનોમાં ૫ રૂપિયા જ્યારે સીએનજી વ્હીકલમાં ૩.૫૦થી ૪ રૂપિયા ખર્ચ થાય છે. ફુલ ચાર્જ કરેલું ઈલેક્ટ્રિક વ્હીકલ ૩૦૦ કિમીની રેન્જ આપે છે. તેથી તમે આરામથી અમદાવાદથી વડોદરા જઈ શકો છો અને પરત આવી શકો છો અથવા સીધા સુરત પણ જઈ શકો છો’. આ સિવાય, ઈનકમ ટેક્સ એક્ટની કલમ ૮૦ઈઈમ્ હેઠળ, વ્યક્તગત કરદાતા ઈફ ખરીદવા માટે લીધેલી લોનના વ્યાજમાં કમ્પોનન્ટ પર ૧.૫૦ લાખ સુધીના કપાતનો દાવો કરી શકે છે. તેનાથી પણ વેચાણમાં વધારો થયો છે, તેમ ડિલરે કર્યું હતું.

Related posts

અમદાવાદ-વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો

saveragujarat

પત્નીનાં ત્રાસથી પતિએ પુત્રને ગળેફાંસો આપી પોતે જીવન ટૂંકાવ્યું

saveragujarat

કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. વિસ્તરણ કરાશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

saveragujarat

Leave a Comment