Savera Gujarat
Other

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તમામ 48 વિધાનસભાના ભાજપના પ્રભારી જાહેર

સવેરા ગુજરાત/ગાંધીનગર , તા. 20
વર્ષના આખરમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા બેઠકના તમામ 48 પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઘણા જુના જોગીઓને મહત્વની બેઠક પર જવાબદારી સોંપાઇ છે.

રાજકોટની ચાર બેઠક પર પ્રદીપભાઇ વાળા, લાલજીભાઇ સોલંકી, વસુબેન ત્રિવેદી, ચંદ્રેશભાઇ પટેલને હવાલો સોંપાયો છે. મોરબી જિલ્લાની મહત્વની વાંકાનેર વિધાનસભા બેઠક પર રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ઘણા સમયથી મુખ્ય હોદ્દાથી દુર રહેલા લાલજીભાઇ સાવલીયાને પ્રદેશ ભાજપે જવાબદારી આપી છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઇ દુધાત્રાને ધ્રાંગધ્રા મુકાયા છે. વઢવાણમાં રાજકોટના વોર્ડ નં.17ના કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામીના પતિ ગૌતમભાઇ ગૌસ્વામીને પ્રભારી બનાવાયા છે. હવે આ પ્રભારીઓ જે તે વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ, બેઠક, સેન્સ સહિતની કાર્યવાહી તુરંતમાં શરૂ કરે તેમ માનવામાં આવે છે. બેઠક અને પ્રભારીઓની યાદી આ મુજબ છે.

દસાડા : રજનીભાઇ સંઘાણી, લીંબડી : અનિલભાઇ ગોહેલ, વઢવાણ : ગૌતમભાઇ ગૌસ્વામી, ચોટીલા : ગણપતસિંહ જાડેજા, ધ્રાંગધ્રા : વલ્લભભાઇ દુધાત્રા, મોરબી: દિલીપસિંહ ચુડાસમા, ટંકારા : ઘનશ્યામસિંહ ગોહેલ, વાંકાનેર : લાલજીભાઇ સાવલીયા, રાજકોટ પૂર્વ : પ્રદીપભાઇ વાળા, પશ્ર્ચિમ : લાલજીભાઇ સોલંકી, દક્ષિણ : વસુબેન ત્રિવેદી, ગ્રામ્ય : ચંદ્રેશભાઇ પટેલ, જસદણ : ભગવાનજીભાઇ કરગટીયા, ગોંડલ : હર્ષદભાઇ દવે, જેતપુર : વિનુભાઇ કથીરીયા, ધોરાજી : સંજયભાઇ કોરડીયા, કાલાવડ : નિલેષભાઇ ઉદાણી, જામનગર ગ્રામ્ય : નિર્મલ સમાણી, ઉત્તર : હિરેનભાઇ પારેખ, દક્ષિણ : ચંદ્રેશભાઇ હેરમા, જામજોધપુર : સુરેશભાઇ વસરા, ખંભાળીયા : નિલેશભાઇ ઓડેદરા, દ્વારકા : હસમુખભાઇ હિંડોચા, પોરબંદર : મહેન્દ્રભાઇ પીઠીયા, કુતીયાણા : ચીમનભાઇ સાપરીયા, માણાવદર : દિલીપસિંહ બારડ, જૂનાગઢ : ડો.વિનોદભાઇ ભંડેરી, વિસાવદર : અજયભાઇ બાપોદરા, કેશોદ : વિજયભાઇ કોરાટ, માંગરોળ : ગૌરવભાઇ રૂપારેલીયા, સોમનાથ : વિક્રમભાઇ ઓડેદરા, તાલાલા : જે.કે.ચાવડા, કોડીનાર : વી.વી.વઘાસીયા, ઉના : કાળુભાઇ વિરાણી, ધારી : હિંમતભાઇ પડસાળા, અમરેલી : રાજુભાઇ બાંભણીયા, લાઠી : સી.પી.સરવૈયા, સાવરકુંડલા : વિજયભાઇ ભગત, રાજુલા : ભરતભાઇ મેર, મહુવા : ભરતસિંહ ગોહિલ, તળાજા : અમોહભાઇ શાહ, ગારીયાધાર : સુરેશભાઇ ધાંધલીયા, પાલીતાણા : મયુરભાઇ માંજેરીયા, ભાવનગર ગ્રામ્ય : વનરાજસિંહ ડાભી, પૂર્વ : રીતેશભાઇ સોની, પશ્ર્ચિમ : દિલીપભાઇ સેટા, ગઢડા : યોગેન્દ્રસિંહ ગોહિલ, બોટાદ : દિલીપભાઇ પટેલ (સુરેન્દ્રનગર).

 

Related posts

માનનીય રેલ અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા વિડીયો લિંક દ્વારા પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનનો શુભારંભ

saveragujarat

ઓઢવમાં રખડતા ઢોરના ત્રાસથી યુવકનું મોત થયું

saveragujarat

બે દિવસમાં રોકાણકારોના બજારમાં ૬.૪૭ લાખ કરોડનું ધોવાણ થયું.

saveragujarat

Leave a Comment