Savera Gujarat
Other

બે દિવસમાં રોકાણકારોના બજારમાં ૬.૪૭ લાખ કરોડનું ધોવાણ થયું.

મુંબઈ, તા.૨૨
ઓગસ્ટ મહિનામાં ભારત અને વૈશ્વિક શેરબજારમાં જાેવા મળેલી તેજીના વંટોળમાં એવું લાગી રહ્યું હતું કે હવે બજાર ફરી ઉંચાઈના નવા વિક્રમ બનાવશે ત્યારે વ્યાજ દર હજુ પણ વધશે એવી ચિંતાઓ વચ્ચે બે દિવસમાં શેરબજારમાં ભારે વેચવાલી જાેવા મળી રહી છે. આ બે દિવસમાં ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૬.૪૭ લાખ કરોડ ઘટી ગઈ છે. ગુરુવારે જ ભારતીય બજારમાં રૂ.૨૮૦ લાખ કરોડની રોકાણકાર સંપત્તિનો વિક્રમ બન્યો હતો.
સોમવારે ભારતીય શેરબજાર નરમ ખુલ્યા હતા દિવસ ભરની વેચવાલી બાદ સેન્સેક્સ ૮૭૨ પોઈન્ટ ઘટી ૫૮,૭૭૩૬ અને નિફ્ટી ૨૬૭ પોઈન્ટ ઘટી ૧૭,૪૯૦ની સપાટીએ બંધ આવ્યા હતા. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી માત્ર નેસ્લે અને આઈટીસી વધ્યા હતા જયારે બાકીની કંપનીઓ ઘટી હતી. નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી ૪૫ શેરના ભાવ ઘટેલા હતા. સેક્ટરમાં બેન્કિંગ, મેટલ્સ, રીઅલ એસ્ટેટમાં વેચવાલી વધારે તીવ્ર હતી. આજની બજારમાં સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં પણ વ્યાપક વેચવાલી હતી.
અમેરીકામ ફેડરલ રિઝર્વની બેઠક તા.૨૧ સપ્ટેમ્બરના રોજ છે ત્યારે સ્થાનિક મોંઘવારી આંશિક ઘટી હોવા છતાં ચાર દાયકાની સૌથી ઉંચી સપાટીએ છે એટલે વ્યાજના દર ચોક્કસ ૦.૫૦ ટકાથી ૦.૭૫ ટકા વધશે એવી આશા રાખવામાં આવી રહી છે. ભારતમાં પણ રિઝર્વ બેંકે મોંઘવારી મુશ્કેલી સર્જી શકે એમ છે અને વ્યાજના દર વધશે એવો સંકેત આપ્યો હોવાથી વ્યાજના દર વધવાથી જે કંપનીઓની કમાણીને અસર પહોંચે એ શેરોમાં ભારે વેચવાલી જાેવા મળી છે.
શેરબજારમાં જાેખમ લગતા લોકો રોકડ તરફ વળી રહ્યા છે. રોકડની આ ગતિનો સંકેત અમેરિકન ડોલર છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સ (ડોલરની વિશ્વના અન્ય છ ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ઇન્ડેક્સ) ૧૦૮ની સપાટીએ હતો. ડોલર ઇન્ડેક્સ ગત સપ્તાહે બે વર્ષમાં સૌથી વધુ સાપ્તાહિક વધારા સાથે બંધ આવ્યો હતો જે સૂચવે છે કે ત્યારે નફો બંધી લોકો રોકડ એકત્ર કરી રહ્યા છે.
સોમવારે પણ ભારતીય શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો જાેવા મળ્યો હતો. વૈશ્વિક બજારોના નકારાત્મક વલણો અને બેન્કિંગ શેરોમાં ભંગાણના કારણે શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા. આજે નબળાઈ સાથે શરૂઆત કરેલો બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૮૭૨.૨૮ પોઈન્ટ અથવા ૧.૪૬ ટકાના ઘટાડા સાથે ૫૮,૭૭૩.૮૭ ના સ્તર પર બંધ થયા છે. દિવસના કારોબાર દરમિયાન તેમાં ૯૪૧.૦૪ પોઈન્ટ સુધીનો ઘટાડો જાેવા મળ્યો હતો. એનએસઈનો નિફ્ટી પણ ૨૬૭.૭૫ પોઈન્ટ અથવા ૧.૫૧ ટકાના ઘટાડા સાથે ૧૭,૪૯૦.૭૦ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્‌સ, લાર્સન એન્ડ ટુબ્રો, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. બીજી તરફ આઈટીસી અને નેસ્લે ઈન્ડિયાના શેર ઉછાળા સાથે બંધ થયા છે.

Related posts

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી

saveragujarat

મધ્યમ વર્ગના કરદાતાઓ માટે રાહતની જાહેરાત, કોઇ નવા કરવેરા ના ઝીંકાયા, પ્રોફેશનલ ટેક્સમાં રાહત, Gujarat Budget 2022

saveragujarat

અમદાવાદ-સુરેન્દ્રનગરમાં રેવ પાર્ટી કરવા મંગાવતા ડ્રગ્સ

saveragujarat

Leave a Comment